ઝી ન્યૂઝ/સુરત: શહેરના છાપરાભાઠાના રત્નકલાકારનો મૃતદેહ ઉમરપાડાના જંગલમાંથી મળી આવ્યો હતો. યુવકના મોં પર ઇજાના નિશાનો મળી આવતા પોલીસે હત્યાની શંકા સાથે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પિતા દીકરીને ખોટા પરીક્ષા સેન્ટર પર મૂકી ગયા, પીઆઈ મદદે દોડી આવ્યા, થઈ પ્રશંસા
ઉમરપાડાના ખાટ બંગલી ચોરવાડ બીટના જંગલના સ્થાનિકોને એક અજાણી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ ઉંચવણ ગામના સરપંચને થઈ હતી. જેથી તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ ઉપર જઈને અજાણ્યા વ્યક્તિની લાશનો કબજો લીધો હતો અને તપાસ કરતાં યુવકનું આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમાં રિલાયન્સ નગર, છાપરા ભાઠાના શૈલેષભાઈ કેશુરભાઈ ચૌહાણ હોવાની ઓળખ થઈ હતી.
ગુજરાત ભરમાં રઝળતાં ઢોરનો કાયદો કાગળ પર! આ જગ્યાએ 24 કલાકમાં 2 લોકો સાથે દુર્ઘટના
યુવકના મોઢા ઉપર ઈજાના નિશાનો દેખાતા હાલ આ યુવકની હત્યા થઈ હોવાની શંકા હોવાથી યુવકના મૃતદેહને પીએમ માટે સુરત ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરોની પેનલ દ્વારા યુવકની લાશનું પીએમ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોત પાછળનું સાચું કારણ જાણવા મળશે.
મહાઠગ કિરણ વિશે ચોંકાવનારા ખુલાસા : અમદાવાદમાં છે ભવ્ય બંગલો અને ગાડી
મહત્વનું છે કે રત્નકલાકાર યુવક જંગલમાં શા માટે ગયો હતો. તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે