Home> Gujarat
Advertisement
Prev
Next

ચેતજો ભઈ! અમદાવાદના આ વિસ્તારોમાં 10 ઝોલા છાપ ડોક્ટરો પર તવાઇ, AMC એ બનાવી યાદી...

સૌમીન ક્લિનિકમાં તો 12 બેડની નાનકડી હોસ્પિટલ પણ ચલાવાઈ રહી હતી. એટલું જ નહીં, અહીં ઇન્જેક્શન, સ્ટીરોઈડ બોટલ પણ ચઢાવતા હતા. અગાઉ AMCને બોગસ ડોક્ટરોની બાતમી મળતા બોગસ તબીબોની એક યાદી બનાવી હતી.

ચેતજો ભઈ! અમદાવાદના આ વિસ્તારોમાં 10 ઝોલા છાપ ડોક્ટરો પર તવાઇ, AMC એ બનાવી યાદી...

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો ઝડપાતા આરોગ્યતંત્ર દોડતું થયું છે. અમદાવાદમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે. તંત્રે અમદાવાદ શહેરના લાંભા વોર્ડમાં બોગસ ડોક્ટરના 10 એકમોને સીલ કર્યા છે.

fallbacks

fallbacks

શહેરના લાંભા વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. AMC આરોગ્ય વિભાગે મોટી કામગીરી કરતા 10 ડોક્ટરોના એકમો સીલ કર્યા છે. આ ઘટનામાં સામે આવ્યું છે કે નિયત ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા હતા. 

fallbacks

સૌમીન ક્લિનિકમાં તો 12 બેડની નાનકડી હોસ્પિટલ પણ ચલાવાઈ રહી હતી. એટલું જ નહીં, અહીં ઇન્જેક્શન, સ્ટીરોઈડ બોટલ પણ ચઢાવતા હતા. અગાઉ AMCને બોગસ ડોક્ટરોની બાતમી મળતા બોગસ તબીબોની એક યાદી બનાવી હતી. ત્યારબાદ બોગસ તબીબો સામે AMC એ પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે.

fallbacks

કયા એકમો સિલ થયા?
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના લાંભા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો લાંભા વિસ્તારમાં આવેલ જનકલ્યાણ હોસ્પિટલ, સૌમીન ક્લિનિક, શ્રી ગુરુકૃપા ક્લિનિક, શિવાય ક્લિનિક, રાજ ક્લિનિક, આયુષ્માન ક્લિનિક પર ત્રાટકી હતી. તપાસ બાદ આ તમામ ક્લિનીકો સીલ કરવાની કાર્યવાહી કરાઈ હતી. લોકોમાં આ દરમિયાન ચર્ચાઓ હતી કે સામાન્ય માણસને સરકાર સરળતાથી દંડી શકે છે પણ આવા નકલી ડોક્ટરોને કેમ ઓળખી શકતી નથી. આ લોકો કોની રહેમરાહ પણ આવા દવાખાના શરૂ કરીને સારવાર કરતાં હોય છે. 

fallbacks

No description available.

fallbacks

No description available.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More