Home> Gujarat
Advertisement
Prev
Next

BREAKING: મોરબીની ઈવા સિન્થેટિક કંપનીમાં બોઈલર બ્લાસ્ટ; દુર્ઘટનામાં 2 લોકોનાં કરૂણ મોત

મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલો હોવા છતાં પણ અધ્યતન ફાયરની સુવિધા આજની તારીખે પણ મોરબીમાં નથી તે હકીકત છે અને અવારનવાર અકસ્માતની ઘટના બની ત્યારે કારખાનેદારોને નુકસાની સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

BREAKING: મોરબીની ઈવા સિન્થેટિક કંપનીમાં બોઈલર બ્લાસ્ટ; દુર્ઘટનામાં 2 લોકોનાં કરૂણ મોત

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ ઈવા સિન્થેટિક નામના કારખાનામાં બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી અને ત્યારે ત્યાં ઘટના સ્થળે હાજર રહેલ કારખાનાના મેનેજર, ટેક્નિશિયન અને સૂપર વાઇઝર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ત્યાં ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. જેથી આ અંગે તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.

fallbacks

શું 15મી ડિસેમ્બરે ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? પરેશ ગોસ્વામીએ કર્યો મોટો ખુલાસો

ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારે એક વ્યક્તિને ઇજા પામેલ હાલતમાં બહાર કાઢીને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવેલ હતો અને આગને કાબુમાં કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા છે જો કે, હજુ પણ એક વ્યક્તિ અંદર હોવાની શક્યતાઓ સેવાઈ રહે છે. 

હવે નહી થાય વીજચોરી! ગુજરાતમાં 1.65 કરોડ લાગશે સ્માર્ટમીટર, 308 કરોડ રૂપિયા સરકારે..

મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલો હોવા છતાં પણ અધ્યતન ફાયરની સુવિધા આજની તારીખે પણ મોરબીમાં નથી તે હકીકત છે અને અવારનવાર અકસ્માતની ઘટના બની ત્યારે કારખાનેદારોને નુકસાની સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી તેવી જ રીતે આજે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ ઇવા સિન્થેટિક નામના કારખાનાના બોઇલર વિભાગની અંદર બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થવાની સાથે જ ત્યાં હાજર રહેલા ત્રણ વ્યક્તિઓ ત્યાં ફસાયા હતા અને કારખાનામાં આગ લાગી હતી. 

ટ્રેનમાં સાચવજો! ભાઈના લગ્ન માટે ટ્રેનમાં અમદાવાદ આવેલી બહેનના લાખોના દાગીના ગુમ

જેથી કરીને આ અંગેની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી અને ત્રણ ફાયર ફાઈટરને ઘટના મોકલીને આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા અને ફાયરની ટીમે ઘટના પહોંચીને ત્યાંથી ઇજા પામેલ કારખાનાના સુપરવાઇઝર નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા જાતે દરજી (૫૦) રહે. માધવ દર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી વાળાને સારવારમાં ખસેડયા હતા અને કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગરમાં રહેતા વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (૪૦) નામના યુવાનનો મૃતદેહ ઘટનાની બહાર કાઢવામાં આવ્યો હતો અને હજુ પણ એક ટેકનિશિયન અંદર હોવાની શક્યતાઓ કારખાનેદારે વ્યક્ત કરી હતી.

CBSE બોર્ડે જાહેર કર્યો પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે ધોરણ 10-12ની પરીક્ષા

જેથી કરીને ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર ફાઈટિંગ કરવામાં આવતી હતી અને આગ ઉપર કાબૂમાં મેળવવા માટેની કામગીરી ચાલુ છે જોકે કારખાનામાં બોઇલર વિભાગમાં બ્લાસ્ટ થયો હતો તેના કારણે કારખાનાનો પાછળના ભાગનો શેડ આખો તૂટીને ધરાશાઈ થઈ ગયો હતો અને આ ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ તથા ૧૦૮ અને અન્ય ટીમો પણ ત્યાં ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવવા રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More