Home> Gujarat
Advertisement
Prev
Next

Zomatoના નામનો ઉપયોગ કરીને બૂટલેગરે દારૂનો ધંધો ચલાવ્યો, રાજકોટ દારૂ સાથે પકડાયો

રાજકોટમાં ઝોમેટો (Zomato) ની ડિલિવરી બેગમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાનો મામલો સામે આવ્યો છે. જી હા, બુટલેગરો હવે ઝોમેટોના ડિલિવરી મેન (Zomato Delivery boy) ના સ્વાંગમાં દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. રાજકોટ પોલીસે ઝોમેટોની ડિલિવરી બેગમાં વિદેશી દારૂ ભરીને જતા બુટલેગર (Bootlegger) ના ડિલીવરી મેનને દબોચી લીધો. બુટલેગરોનો ડીલીવરી મેન બેગમાં વિદેશી દારૂની બોટલો ભરીને ગોપાલ ચોક નજીક અક્ષર સ્કૂલ પાસેથી પસાર થતો હતો. મિલન ગરેજા નામના ડિલેવરીમેનની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી 7 વર્ષ પહેલાં પોરબંદરમાં દારૂના ગુનામાં પોલીસના હાથે ઝડપાયો હતો.

Zomatoના નામનો ઉપયોગ કરીને બૂટલેગરે દારૂનો ધંધો ચલાવ્યો, રાજકોટ દારૂ સાથે પકડાયો

રાજકોટ :રાજકોટમાં ઝોમેટો (Zomato) ની ડિલિવરી બેગમાં વિદેશી દારૂની હેરાફેરી કરવાનો મામલો સામે આવ્યો છે. જી હા, બુટલેગરો હવે ઝોમેટોના ડિલિવરી મેન (Zomato Delivery boy) ના સ્વાંગમાં દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. રાજકોટ પોલીસે ઝોમેટોની ડિલિવરી બેગમાં વિદેશી દારૂ ભરીને જતા બુટલેગર (Bootlegger) ના ડિલીવરી મેનને દબોચી લીધો. બુટલેગરોનો ડીલીવરી મેન બેગમાં વિદેશી દારૂની બોટલો ભરીને ગોપાલ ચોક નજીક અક્ષર સ્કૂલ પાસેથી પસાર થતો હતો. મિલન ગરેજા નામના ડિલેવરીમેનની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી 7 વર્ષ પહેલાં પોરબંદરમાં દારૂના ગુનામાં પોલીસના હાથે ઝડપાયો હતો.

fallbacks

નિત્યાનંદ આશ્રમમાં રહેતા 2 બાળકોએ પોલીસ તપાસમાં રડતા રડતા કહ્યું, ‘અમને ઘરે જવું છે...’ 

બૂટલેગર 6 દારૂની બોટલ સાથે પકડાયો
બુટલેગરો દારૂ વેચવા માટે નવા નવા કીમિયા અપનાવી રહ્યાં છે. રાજકોટમાં ઝોમેટોની ડિલિવરીબેગમાં વિદેશી દારૂની 6 બોટલ સાથે બૂટલેગર ઝડપાયો હતો. ત્યારે સવાલ એ છે કે, આ બૂટલેગર પાસે ઝોમાટોની બેગ કેવી રીતે આવી. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, બૂટલેગર ડિલીવરી બોયના નામે દારૂ વેચી રહ્યો છે કે, ડિલીવરી બોય ઝોમાટોના નામે દારૂનો ધંધો કરે છે.

વડોદરામાં સ્વીગીનો ડિલીવરી બોય પકડાયો હતો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વડોદરામાં સ્વીગી ડિલીવરી બોય બિયરની બોટલ વેચતો યુવક પકડાયો હતો. જે ફૂડ ડિલીવરીની આડમાં બિયર વેચતો હતો. ત્યારથી પોલીસ સતર્ક થઈ હતી. ઓનલાઈન ફૂડ ડિલીવરીના નામે દારૂ વેચવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં પોલીસની કોઈપણ રોકટોક વગર ખુલ્લેઆમ દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More