અમદાવાદના વિકસિત બોપલ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ હેવાન બન્યો છે. જી હા.. સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ફ્લેટના ધાબા પર લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. બોપલ પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી; થશે જળબંબાકાર, અંબાલાલનો ઘાતક વરતારો
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બોપલમાં સિક્યુરિટી ગાર્ડે ફ્લેટમાં રહેતી એક સગીરાનો પીછો કરીને લિફ્ટમાં તેની સાથે શારીરિક છેડતી કરી હતી. બાદમાં 10માં માળની જગ્યાએ 17માં માળ સુધી લિફ્ટ લઈ જઈને ત્યાંથી સગીરાને ઉંચી કરીને ધાબાના દરવાજા સુધી લઈ જઈને દુપટ્ટા વડે હાથ બાંધીને દુષ્કર્મ આચર્યુ હતુ. તેમજ કોઇને જાણ કરીશ તો મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો હતો.
દૈનિક રાશિફળ 8 જુલાઈ: આજે વૃશ્ચિક રાશિના લોકોને ભાગ્ય સાથ આપશે, અટકેલા કામો પુરા થશે
આ અંગે સગીરાની માતાએ સિક્યુરિટી ગાર્ડ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શહેર છોડીને ભાગે તે પહેલા ઝડપી પાડયો હતો. આરોપીએ વાળ અને મૂંછો કઢાવીને ચહેરો બદલી નાખ્યો હતો અને નોકરી પૂર્ણ થાય તે પહેલા યુનિફોર્મ પણ બદલી નાખ્યો હતો.
કંઈક મોટું થવાનું છે? ગઈકાલે ગડકરીએ આપી હતી ચેતવણી, આજે રાજનાથે કરી ચોંકાવનારી વાત
શાંતિપુરા પાસે 35 મહિલા પરિવાર સાથે રહે છે અને ત્યાં આસપાસના ફ્લેટમાં કચરા-પોતાનુ કામ કરે છે. જેમાં તે કામ કરવા પોતાની 17 વર્ષીય સગીરાને સાથે લઈને જતી હતી. સોમવારે સવારે મહિલાએ પોતાની સગીર પુત્રીને કામ કરવા જતી ત્યાં 10માં માળે એક ઘરમાં થોડુ મોડુ થશે તેમ કહેવા મોકલી હતી. જેથી સગીરા ત્યાં કહેવા માટે લીફ્ટમાં ગઈ ત્યારે સિક્યુરિટી ગાર્ડ 22 વર્ષીય વિનોદ જાટવ સગીરાનો પીછો કરીને તેની સાથે લીફ્ટમાં ઘૂસ્યો હતો.
અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભયાનક આગાહી! આ જિલ્લામાં ધોધમાર વરસાદ કરશે પાણી-પાણી
બાદમાં લીફ્ટમાં તેને સગીરાની છેડતી કરી હતી. ત્યારબાદ તેને દસમા માળે લિફ્ટમાંથી નીકળવા ન દઈને 17માં માળ સુધી લિફ્ટ લઇ જઈને ત્યાંથી તેને ઉંચકીને ધાબા પર લઈ જતો હતો. પરંતુ ધાબાના દરવાજાને લોક હોવાથી દરવાજા પાસે સગીરાના બંને હાથ દુપટ્ટા વડે બાંધીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે