રઘુવીર મકવાણા/બોટાદ: લાખીયાણી ગામ પાસે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો, જેમાં એક યુવતીને બંને મિત્રો પ્રેમ કરતા હતા જેથી મિત્રએ મિત્રની હત્યા કરી હતી, બોટાદ પોલીસે ગણત્રરીની કલાકમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ જિલ્લાના લાખીયાણી ગામ નજીક ગઈકાલે સવારના સમયે એક યુવકની હત્યા કરેલી હાલતમા મૃતદેહ મળેલ. જેથી પોલીસને જાણ થતાં DYSP, રૂરલ પોલીસ, LCB, SOG સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ કરતા યુવકના માથાના ભાગે મોટો પત્થર મારીને તેની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે મૃતકની તેમજ હત્યારાની ઓળખ અને હત્યાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી હતી.
આવું કેમ? સોનું લેવા જાઓ તો 98,000 રૂપિયા ખર્ચો અને વેચવા જાઓ તો 93,000, જાણો કારણ
મૃતક યુવાનના બહેને બોટાદ રૂરલ પોલીસને ફરીયાદ આપતા જણાવ્યું હતું કે મૃતક મેહુલ બુધાભાઈ તડવી ગામ સીગપુર હાલોલ, પંચમહાલ જિલ્લાના વતની છે અને બોટાદના લાખીયાણી ગામે ખેત મજુર તરીકે કામ કરતો હતો. તેમજ મૃતક યુવાનના મિત્ર રાકેશ પ્રવિણ ભીલ નસવાડીનો વતની છે. તેણે તેના મિત્રની હત્યા કરી હોવાનું જણાવતા બોટાદ રૂરલ પોલીસે રાકેશ પ્રવિણ ભીલ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
કપાસની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વની સલાહ, ખેતી કરતા પહેલા આટલું જમીનમાં આટલું જરૂર
લાખીયાણી ગામે મેહુલ બુધાભાઈ તડવી નામના યુવકની થયેલ હત્યા ને મામલે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચનાથી પોલીસે DYSP, LCB, SOG સહિત અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા શોધખોળ શરૂ કરેલ ત્યારે પોલીસે હત્યારા રાકેશ પ્રવિણ ભીલ ની ધરપકડ કરી હતી અને હત્યા અંગેના કારણ જાણવા પોલીસે વધુ પુછપરછ કરતા આરોપી રાકેશ પ્રવિણ ભીલ અને મૃતક મેહુલ તડવી બંને મીત્રો હતા અને બંને ખેત મજુરી કામ કરવા માટે લાખીયાણી ગામ આવ્યા હતા. રાકેશ અને મેહુલ બંને એકજ યુવતી સાથે પ્રેમસંબંધ હતો.
ક્રિકેટમાં આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય! તોડવાની વાત તો છોડો કોઈ નજીક પણ નથી ફરકતું
જેથી બંને મિત્રો વચ્ચેઅગાઉ બોલાચાલી થઈ હતી જેની દાઝ રાખી ને આરોપી રાકેશ પ્રવિણ ભીલે તેના મિત્ર મેહુલને રાત્રીના સમયે લાખીયાણી ગામ ની સીમમાં લાકડી અને માથાના ભાગે પથ્થર મારીને ઢીમ ઢાળી દીધું હતું તેમજ મૃતકની ઓળખ ન થાય તે માટે મૃતકનુ પર્સ સહિત વસ્તુઓનો નાશ કર્યો હોવાનું આરોપી રાકેશ પ્રવિણ ભીલે પોલીસને જણાવ્યું હતું જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી ને વધુ તપાસ હાથ ધરી છે. આમ બોટાદ પોલીસે યુવકની હત્યા ભેદ ઉકેલી ગણતરીની કલાકમાં આરોપીની ધરપકડ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે