Home> Gujarat
Advertisement
Prev
Next

ઓઇલના વેપારીના લાખો રૂપિયા લૂંટી લેનારા બંન્ને આરોપીઓને ઝડપી લેવાયા

શહેરના રામપુરામાં ખાતે ઓઈલના વેપારીના બે કર્મચારીને આંતરી 20 લાખની લૂંટ ચલાવનાર અને ટીપ આપનાર એમ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 20 લાખ પૈકી પોલીસે 15 લાખ રિકવર કરી આરોપીઓ ને જેલ ના સળિયા પાછળ ધકેલ્યા છે. સુરતમાં રામપુરા ભરચક વિસ્તારમાં લૂંટારુ જંગી રોકડ લૂંટી ગયો હતો. આંગડીયા પેઢીમાં પૈસા ભરવા જતા હતા ત્યારે એક કર્મચારીને ચપ્પુ મારતા બાઈક સાથે પટકાયો હતો. બીજા કર્મચારીને ચપ્પુ બતાવી રોકડનો થેલો ઝુંટવી આરોપી પલાયન થઈ ગયો હતો. 

ઓઇલના વેપારીના લાખો રૂપિયા લૂંટી લેનારા બંન્ને આરોપીઓને ઝડપી લેવાયા

તેજસ મોદી/સુરત : શહેરના રામપુરામાં ખાતે ઓઈલના વેપારીના બે કર્મચારીને આંતરી 20 લાખની લૂંટ ચલાવનાર અને ટીપ આપનાર એમ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 20 લાખ પૈકી પોલીસે 15 લાખ રિકવર કરી આરોપીઓ ને જેલ ના સળિયા પાછળ ધકેલ્યા છે. સુરતમાં રામપુરા ભરચક વિસ્તારમાં લૂંટારુ જંગી રોકડ લૂંટી ગયો હતો. આંગડીયા પેઢીમાં પૈસા ભરવા જતા હતા ત્યારે એક કર્મચારીને ચપ્પુ મારતા બાઈક સાથે પટકાયો હતો. બીજા કર્મચારીને ચપ્પુ બતાવી રોકડનો થેલો ઝુંટવી આરોપી પલાયન થઈ ગયો હતો. 

fallbacks

અમદાવાદના સંકટ મોચકની વિદાય! સાથી કર્મચારીઓ ગળે વળગીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યાં

સુરતના રામપુરા ચાર રસ્તા નજીક સાંજે ઓઈલના વેપારીના બે કર્મચારી આંગડીયા પેઢીમાં પૈસા ભરવા બાઈક ઉપર જતા હતા, ત્યારે બાઈક ઉપર આવેલા માસ્કધારી લૂંટારુએ એક કર્મચારીને ચપ્પુ મારતા તે બાઈક સાથે પટકાયો હતો. બાદમાં લૂંટારુએ બીજાને ચપ્પુ બતાવી રોકડા રૂ.20 લાખ ભરેલો થેલો ઝુંટવી લીધો હતો. બાઈક ઉપર ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ થતા શહેરભરની પોલીસ દોડતી થઈ ગઈ હતી અને નાકાબંધી કરી લૂંટારુને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

લવ જેહાદનો વધારે એક કિસ્સો: આનંદ નગરની યુવતીને લગ્નનાં નામે ફસાવીને VIDEO બનાવ્યો અને...

રામપુરા રાજાવાડી ખાતે સુપ્રિમ ઓઈલના નામે ઓઈલનો ભાગીદારીમાં વેપાર કરતા અસલમભાઈના વર્ષો જુના બે કર્મચારી હમીદ અને અમીન નિત્યક્રમ મુજબ ઓફિસથી બાઈક ઉપર રોકડા રૂપિયા 20 લાખ એક થેલામાં લઈ એક પાર્ટીને પેમેન્ટ આપવા તેમજ બહારગામના વેપારીઓને પેમેન્ટ ચૂકવવા આંગડીયા પેઢીમાં જમા કરાવવા નીકળ્યા હતા. તેઓ થોડે દૂર જ પહોંચ્યા હતા, ત્યારે રામપુરા ચાર રસ્તા પાસે લોકોની ભારે અવરજવર વચ્ચે એક બાઈક ઉપર માસ્ક પહેરીને આવેલા અજાણ્યાએ બાઈક ચલાવી રહેલા હમીદને જાંઘના ભાગે ચપ્પુ મારતા તે અને પાછળ બેસેલો અમીન બાઈક સાથે નીચે પટકાયા હતા. 

વિદેશમાં બેઠા બેઠા ગુજરાત પર કરે છે રાજ, ઇચ્છે તેને મરાવી નાખે, પોલીસ વાળ પણ વાંકો નથી કરી શકતી !

લૂંટ ચલાવી ત્યારે મહિધરપુરા પોલીસ અને આજુ બાજુ સ્ટેશન ની પોલીસ માણસો તાત્કાલિક તપાસમાં જોતરાઈ ગઈ હતી.ત્યારર મહિધરપુરા પોલીસે લૂંટ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. આ બનાવ અંગે લાલગેટ પોલીસે અમીનની ફરિયાદ નોંધવા હતી. પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી. જેમાં એક આરોપી ટ્રીપ આપનાર અને એક વ્યક્તિ સીસીટીવીમાં દેખાઈ રહેલ લૂંટારું છે. હાલમાં પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બંધ પેપર મીલમાં સિક્યુરિટી ગાર્ડ પગ બંધાયેલી હાલતમાં મળ્યો, પોલીસ તપાસમાં થયા એવા ઘટસ્ફોટ કે...

આરોપીના નામ...
૧) તોસિફ ઉર્ફે 108 ગુલામ અન્સારી (સીસીટીવી માં દેખાતા આરોપી)
૨) ગફરશા મલગસા દીવાન (ટ્રીપ આપનાર)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More