Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતીઓને મોટો ઝટકો, ઘીના ભાવમાં 28 રૂપિયાનો વધારો

Ghee Price Hike : દૂધ, દહીં, માખણ પછી હવે ઘી પણ મોંઘુ થયું.. લમ્પી વાયરસ,ઉનાળાની અસરને પગલે રાજ્યભરમાં દૂધની આવકમાં ઘટાડો થયો, જેથી ઘીના ભાવમાં પણ વધારો કરાયો

ગુજરાતીઓને મોટો ઝટકો, ઘીના ભાવમાં 28 રૂપિયાનો વધારો

Ghee Price Hike : કમરતોડ મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય જનતાને લાગી રહ્યો છે. ગુજરાતની દૂધ વિક્રેતા અમૂલ ડેરીએ ગત મહિનામાં પોતાની પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો હતો. અમૂલે ગત મહિને ઘીના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. પરંતું હવે ગુજરાતમાં ઘી મોંઘુ બની રહ્યું છે. ગુજરાતના ઘીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અમૂલ બાદ અન્ય ખાનગી ડેરીઓ પણ ઘીના ભાવમાં વધારો કરી રહી છે. ઘીના એક લિટરના ભાવમાં 28 રૂપિયાનો વધારો થયો છે.

fallbacks

ફેબ્રુઆરીમાં કરાયો ભાવ વધારો
હજી ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ અમૂલે ગુજરાતના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો હતો. અમુલે ઘીના ભાવમાં વધારો ઝીંક્યો હતો. અમૂલે ઘીના નવા ભાવ જાહરે કર્યા હતા. ઉનાળાની અસરથી અને અગાઉ લમ્પી વાયરસના કહેર સહિત પરિબળોને કારણે ડેરીમાં દૂધની આવકમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યભરમાં હાલ ઉનાળાના આરંભ સાથે દૂધની આવક 8થી 10 ટકા ઘટી છે. જેને કારણે દૂધ અને તેની બનાવટના ભાવ વધી રહ્યાં છે. તેથી જ ઘીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 

આ પણ વાંચો : 

હમ તો ડુબેંગે સનમ, તુમ્હે ભી લે ડુબેંગે : યુવકે પ્રેમિકાના ઘરે જઈ કરી આત્મહત્યા

અન્ય ઘીના ભાવ પણ વધશે
માર્કેટમાં અન્ય ઘી વિક્રેતા કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટસના ભાવ વધારી રહી છે. સાથે ખાનગી ડેરીઓ પણ ઘીનો ભાવ વધારી રહી છે. ઉલ્લેખનીય છે કે, આખા દેશમાં મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી દીધી છે. જીવનજરૂરિયાતી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યાં છે. 

આ પણ વાંચો : 

વીર નર્મદ યુનિવર્સિટીના MBBS વિદ્યાર્થીઓ ડોબા નીકળ્યા, બીપી માપતા પણ નથી આવડતું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More