Ahmedabad New Mayor : અમદાવાદ અને વડોદરા શહેરને આજે નવા મેયર મળ્યા છે. પ્રતિભા જૈનની અમદાવાદના નવા મેયર તરીકે જાહેરાત કરવામાં ાવી છે. મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયરની નિમણૂક કરાઈ છે. તો ડેપ્યુટી મેયર તરીકે જનીત પટેલના નામની પસંદગી કરાઈ છે. તો દેવાંગ દાણી અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે જાહેર કરાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદારોની જાહેરાત
મેયર - પ્રતિભા જૈન
ડે.મેયર - જાતિન પટેલ
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન - દેવાંગ દાણી
પક્ષ નેતા - ગૌરાંગ પ્રજાપતિ
આ તમામ હોદ્દેદારોનો કાર્યકાળ અઢી વર્ષ સુધીનો રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા હોદ્દેદારોની પસંદગી માટે મીટિંગ યોજાઈ હતી. કાઉન્સિલરો, ધારાસભ્યો અને સંગઠન સાથેના સંકલન બાદ ભાજપે યાદી બનાવી હતી. આખરી નામ પર મોડી રાત્ર સુધીમાં મહોર લાગી હતી. સવારે 10 કલાકે amc ખાતે મળનારી પક્ષની બેઠકમાં નામોનું કવર ખૂલ્યુ હતું. જોકે, મેયર તરીકે પ્રતિભા જૈનનું નામ પહેલેથી જ ચર્ચામાં હતું. તેઓ અમદાવાદના મધ્ય ઝોનમાંથી આવતા શાહીબાગ વોર્ડનો કોર્પોરેટર છે. નવા મેયર જૈન સમાજમાંથી આવે છે.
કોણ છે પ્રતિભા જૈન?
અમદાવાદ શહેરના નવા મેયર જૈન સમાજમાંથી આવે છે. તેઓ શાહીબાગના કોર્પોરેટર છે, તેમની આ ત્રીજી ટર્મ છે. તેઓ રાજસ્થાની જૈન સમાજમાંથી આવે છે. વર્તમાન સમયમાં તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે