Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત પોલીસ પર ફરી એકવાર સવાલ ઉઠ્યો! કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ

Gujarat Police : કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 9 વર્ષ બાદ પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ 

ગુજરાત પોલીસ પર ફરી એકવાર સવાલ ઉઠ્યો! કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ

ઉદય રંજન/અમદાવાદ : ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચાવતી મોટી ખબર સામે આવી છે. ગુજરાત પોલીસ ફરી વિવાદમાં આવી છે. આ ખબરથી ગુજરાતના પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે. ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પર ફરી સકંજામાં આવ્યા છે. કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છના તાત્કાલિક SP, DYSP, PSI સહિત ઇલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2015 ના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ સીઆઇડીએ ફરિયાદ નોંધી છે. 

fallbacks

પશ્ચિમ કચ્છ CIDએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાંઆવી છે. 2015ના વર્ષનો આ બનાવ છે, જેમાં SCના આદેશ બાદ CIDએ ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ફરિયાદ ના લેવા બાબતે પોલીસ અધિકારીઓ સામે કેસ કરાયો છે. ફરિયાદીના અપહરણની ફરિયાદ પણ ના લેતા પોલીસ અધિકારીઓ સામે કેસ થયો છે. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે. ગુજરાતના 2  IPS અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો ગુજરાતના 3 Dy.SP સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક PSI સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ, ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. 

કોની કોની સામે ફરિયાદ 

  • તત્કાલીન SP IPS જી.વી બારોટ 
  • તત્કાલીન SP IPS ભાવના પટેલ 
  • તત્કાલીન Dy.SP વી.જે ગઢવી 
  • તત્કાલીન Dy.SP ડી.એસ વાઘેલા 
  • તત્કાલીન Dy.SP આર. ડી દેસાઈ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More