GSEB Class 10th Result Gujarat Board SSC Result : ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ગયું છે. ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ પર જાહેર પરિણામ જાહેર થયુ છે. આ વર્ષનું કુલ 64.62 ટકા પરિણામ જાહેર થયું છે. WWW.GSEB.ORG પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. અથવા WhatsApp ના માધ્યમથી પરિણામ જાણી શકાશે. આ માટે 6357300972 નંબર પર વ્હોટ્સએપથી પર પરિણામ જોઈ શકાશે. 9.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.
GSEB SSC HSC Result આ રીતે કરો ચેક
WhatsApp પર આ રીતે ચેક કરો Result
ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓને WhatsApp પર માર્કશીટ ચેક કરવાનો વિકલ્પ આપે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને પણ તેમનું પરિણામ મેળવી શકે છે. વધુ વિગતો માટે, તમે સૂચના જોઈ શકો છો. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, 10મીની પરીક્ષા પાસ કરવા માટે, વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવાના રહેશે. જે વિદ્યાર્થીઓ એક કે બે ગુણથી પાછળ છે તેમના માટે કમ્પાર્ટમેન્ટનો વિકલ્પ છે.
GSEB ધોરણ 10 તથા 12માં પાસિંગ માર્ક્સ
જીએસઈબી બોર્ડ એસએસસી, એચએસસી 2023ની યોજનાઓ અનુસાર વિદ્યાર્થીઓએ પાસ થવા માટે દરેક વિષયોમાં ઓછામાં ઓછો ગ્રેડ ડી પ્રાપ્ત કરવો પડશે. વિષયોમાં ગ્રેડ ઈ1 કે ગ્રેડ ઈ2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જીએસઈબી પૂરક પરીક્ષાના માધ્યમથી અંક સુધારવાની તક મળશે.
GSEB 10 અને 12ના બોર્ડ રિઝલ્ટ માર્કિંગ સ્કીમ
જીએસઈબી 2023 માર્કિંગ સ્કીમ ગુજરાત બોર્ડ અનુસાર એ1 ગ્રેડ પ્રાપ્ત કરવા માટે 90 ટકાથી વધુ અંક પ્રાપ્ત કરવા પડશે, એ ગ્રેડ પ્રાપ્ત કરવા માટે 80 અને 90 ટકા માર્ક્સ વચ્ચે. જ્યારે 70થી 80 ટકા સુધી અંક મેળવનાર વિદ્યાર્થીઓને બી ગ્રેડ મળે છે. સૌથી નિચલો ગ્રેડ-ડી, 40 કે તેનાથી ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે