Home> Gujarat
Advertisement
Prev
Next

Amul Milk Price Hike: અમૂલે લોકોનું બજેટ બગાડ્યું, દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો કયા દૂધમાં કેટલો થયો વધારો?

અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ના ભાવમાં પ્રતિ લિટર રૂ. 1થી 3 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, આ ભાવવધારો અમદાવાદ,ગાંધીનગર આણંદ ખેડા અને મહિસાગરમાં ભાવ વધારો લાગુ પડશે.

Amul Milk Price Hike: અમૂલે લોકોનું બજેટ બગાડ્યું, દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો કયા દૂધમાં કેટલો થયો વધારો?

ઝી ન્યૂઝ/અમદાવાદ: પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર ઝીંકાયો છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ના ભાવમાં પ્રતિ લિટર રૂ. 1થી 3 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, આ ભાવવધારો અમદાવાદ,ગાંધીનગર આણંદ ખેડા અને મહિસાગરમાં ભાવ વધારો લાગુ પડશે. અમૂલ દુધમાં આવતીકાલે સવારથી ભાવ વધારો લાગુ પડશે.

fallbacks

Pakistan Stampede: પાકિસ્તાનમાં રાશન વિતરણ દરમિયાન નાસભાગ, 11 લોકોના દર્દનાક મોત

13 માસનાં ગાળામાં ત્રીજી વાર અમૂલ દૂધનાં ભાવમાં વધારો થયો છે.  અમૂલ દ્વારા દૂધના ભાવમાં કરેલો વધારો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને મહિસાગરમાં ભાવ વધારો લાગુ પડશે. અમૂલ દુધમાં આવતીકાલે સવારથી ભાવ વધારો લાગુ પડશે. અમુલ સ્ટાન્ડર્ડ દૂધ(500 મીલી.)નવો ભાવ રૂ.28 થી હવે રૂ.29 રહેશે. 

fallbacks

ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની ભયંકર આગાહી, જાણો હવે શું આવશે મોટી આફત?

જ્યારે અમૂલ બફેલો દૂધ (500 મીલી.)નવો ભાવ રૂ.32 થી હવે રૂ.34 રહેશે. અમૂલ ગોલ્ડ દૂધ(500 મીલી.)નવો ભાવ રૂ.31 થી હવે રૂ.32 રહેશે. અમૂલ ડીટીએમ(સ્લીમ અને ટ્રીમ)દૂધ (500મિલી)રૂ.22 થી હવે રૂ.23 રહેશે. અમૂલ ટી સ્પેશિયલ (500 મિલી)રૂ.29 થી હવે નવો ભાવ રૂ.30 રહેશે.

મોરબી ઝુલતા પુલના 'હીરો' ભરાયા! કાંતિ અમૃતિયાની જીતનો મામલો HCમાં પહોંચ્યો

  • અમૂલ દુધમાં આવતીકાલે સવારથી ભાવ વધારો લાગુ
  • અમુલ સ્ટાન્ડર્ડ દૂધ( ૫૦૦મીલી.)નવો ભાવ રૂ.૨૮ થી હવે રૂ.૨૯ રહેશે 
  • અમૂલ બફેલો દૂધ(૫૦૦મીલી.)નવો ભાવ રૂ.૩૨ થી હવે રૂ.૩૪ રહેશે 
  • અમૂલ ગોલ્ડ દૂધ(૫૦૦મીલી.)નવો ભાવ રૂ.૩૧ થી હવે રૂ.૩૨ રહેશે 
  • અમૂલ ડીટીએમ(સ્લીમ અને ટ્રીમ)દૂધ (૫૦૦મિલી)રૂ.૨૨ થી હવે રૂ.૨૩ રહેશે 
  • અમૂલ ટી સ્પેશિયલ (૫૦૦મિલી)રૂ.૨૯ થી હવે નવો ભાવ રૂ.૩૦ રહેશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More