Home> Gujarat
Advertisement
Prev
Next

BIG BREAKING: ફરી એકવાર તૈયાર રહેજો..! જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર

જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવાશે.

BIG BREAKING: ફરી એકવાર તૈયાર રહેજો..! જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર

ઝી બ્યુરો/ગાંધીનગર: જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવાશે.

fallbacks

તમને જણાવી દઈએ કે અગાઉ પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવી છે. હસમુખ પટેલે અગાઉ પણ આ મુદ્દે ટ્વીટ કરી માહિતી આપી હતી.

હસમુખ પટેલે અગાઉ કરેલા ટ્વીટમાં જણાવ્યું હતું કે, પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.

1181 ખાલી માટે ભરતી પરીક્ષા
1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

રદ્દ થઈ હતી પરીક્ષા?
રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. મંડળ દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More