Breaking News : ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે સવારે 8:00 વાગે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આવતીકાલે 31 મેના રોજ જાહેર પરિણામ વેબસાઈટ પર મૂકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને whatsapp ઉપર રિઝલ્ટ મેળવી શકશે.
ધોરણ 12 કોમર્સનું આવતીકાલે પરિણામ છે. વિદ્યાર્થીઓ આતુરતાથી આ પરિણામની રાહ જોઈને બેસ્યા હતા. આ પરિણામ બાદ તેઓ વિવિધ સ્ટ્રીમમાં ડિગ્રી માટે એપ્લિકેશન કરી શકશે. ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સની જેમ આ પરિણામ પણ વોટ્સએપ નંબર પર મળી શકશે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પોતાનું પરિણામ મેળવી શકશે.
આગામી 3 કલાક માટેની આગાહી : ગુજરાતના આ વિસ્તારોમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ આવશે
આવતીકાલે ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે #Gujarat #BreakingNews #News pic.twitter.com/IOOt4iYNQ0
— Zee 24 Kalak (@Zee24Kalak) May 30, 2023
જોકે, આ પરિણામ પર સૌની જર છે. કારણ કે, કોરોનાને કારણે આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામને અસર પડી છે. ત્યારે ધોરણ 12 કોમર્સનું પરિણામ ઘટશે કે વધશે તેના પર ફોકસ રહેશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. અને આ અઠવાડિયામાં જ ધોરણ-10 નું પરિણામ પણ જાહેર થયુ છે.
હૃદય કંપાવતી ઘટના : ભાઈએ પિતરાઈ બહેનને બનાવી ગર્ભવતી, નવજાતને જંગલમાં દાટી દીધી
પ્રેમી સાથે દીકરીને જોઈ ગયેલી માતાને દીકરીએ જ મોતને ઘાટ ઉતારી, ઘરના CCTV બંધ કરી ખેલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે