Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતના રસ્તા પર ફરી રહ્યું છે મોત, BRTSએ એક વ્યક્તિને અડફેટે લીધો, લોકોમાં આક્રોશ

સુરત (Surat) માં હજી સિટી બસના ચાલકે ત્રણ લોકોને કચડ્યા તે ઘટનાના પડઘા હજી શમ્યા નથી, ત્યા સુરતમાં આજે બીજો અકસ્માત થયો છે. સુરતમાં ડિંડોલી બાદ આજે પાંડેસરા વિસ્તારમાં બીઆરટીએસ બસે અકસ્માત સર્જયો છે. BRTSએ એક વ્યક્તિને અડફેટે લીધો છે. અકસ્માતને પગલે ડ્રાઈવર બસ છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બસ ઉપર પથ્થરમારો કરાયો તો. તો બીજી તરફ, ઈજાગ્રસ્તને નવી સિવિલમાં સારવાર માટે લઈ જવાયો છે. આમ, સુરતના લોકોમાં BRTSને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 

સુરતના રસ્તા પર ફરી રહ્યું છે મોત, BRTSએ એક વ્યક્તિને અડફેટે લીધો, લોકોમાં આક્રોશ

ચેતન પટેલ / સુરત :સુરત (Surat) માં હજી સિટી બસના ચાલકે ત્રણ લોકોને કચડ્યા તે ઘટનાના પડઘા હજી શમ્યા નથી, ત્યા સુરતમાં આજે બીજો અકસ્માત થયો છે. સુરતમાં ડિંડોલી બાદ આજે પાંડેસરા વિસ્તારમાં બીઆરટીએસ બસે અકસ્માત સર્જયો છે. BRTSએ એક વ્યક્તિને અડફેટે લીધો છે. અકસ્માતને પગલે ડ્રાઈવર બસ છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બસ ઉપર પથ્થરમારો કરાયો તો. તો બીજી તરફ, ઈજાગ્રસ્તને નવી સિવિલમાં સારવાર માટે લઈ જવાયો છે. આમ, સુરતના લોકોમાં BRTSને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 

fallbacks

24 કલાકમાં ગુજરાતમાં સરકારી બસે બીજો અકસ્માત સર્જ્યો, અમદાવાદમાં BRTSની ટક્કરે 2ના મોત

લોકોના આક્રોશ વધુ ન ફાટે તે માટે તાત્કાલિક અસરે પોલીસ દ્વારા બસને હટાવી દેવાઈ હતી. તો લોકોનો જવાબ આપવાથી તંત્ર ક્યાંકને ક્યાંક બચી રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગઈકાલે સુરતના ડિંડોલી વિસ્તારમાં જ ઘટના બની છે તેની કોઈ શીખ તંત્ર કે બસના ડ્રાઈવરો દ્વારા લેવામાં આવી નથી તેવુ લાગી રહ્યું છે. પાંડેસરા વિસ્તારમાં એક બાઈકચાલક પાંડેસરાથી આવી રહ્યો હતો, ત્યારે ઓવરટેક કરતા સમયે બીઆરટીએસ બસે બાઈક ચાલકને અડફેટે લઈ ધસડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બીઆરટીએસના ડ્રાઈવર બાઈકચાલકને અડફેટે લઈને ભાગી છૂટ્યો હતો, તેને કોઈ જ પરવાહ ન હતી તેમ તેણે વર્તન કર્યું હતું. પણ અન્ય બાઈકચાલકોએ વાહન હંકારીને તેને પકડી પાડ્યો હતો. 

કચ્છના સરહદી વિસ્તારના આકાશમાં રહસ્યમયી પ્રકાશપુંજ દેખાતાં લોકોમાં કૂતુહલ

આ અકસ્માતથી સમજી શકાય છે કે, સરકારી બસના ડ્રાઈવરોને નિર્દોષ લોકોની કોઈ પડી નથી. તેઓ વારંવાર થતા અકસ્માતોથી કોઈ શીખ લેતા નથી. ગઈકાલે સવારે સુરતના ડિંડોલી વિસ્તારમાં પિતા, પુત્ર અને ભત્રીજાના સિટી બસના અડફેટે મોત નિપજ્યા હતા. જેના બાદ આજે સવારે અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસે બે યુવકોને કચડ્યા હતા, જેમાં તેઓના નિપજ્યા છે. ત્યારે અમદાવાદના અકસ્માતના ગણતરીની મિનીટો બાદ જ સુરતમાં આજે ફરીથી અકસ્માત સર્જાયો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More