Home> Gujarat
Advertisement
Prev
Next

BRTS માથે માછલા ધોતા નાગરિકો આ વીડિયો એકવાર જરૂર જુએ

શહેર અને અમદાવાદમાં સીટી બસ અને બીઆરટીએસ બસ દ્વારા નિર્દોષ લોકોને કચડી નાખવાની ઘટનાઓ સતત બની રહી છે, પરંતુ શું તેમાં દર વખતે માત્ર બીઆરટીએસ ડ્રાઇવરનો જ વાંક હોઇ શકે ?

BRTS માથે માછલા ધોતા નાગરિકો આ વીડિયો એકવાર જરૂર જુએ

તેજસ મોદી/સુરત: શહેર અને અમદાવાદમાં સીટી બસ અને બીઆરટીએસ બસ દ્વારા નિર્દોષ લોકોને કચડી નાખવાની ઘટનાઓ સતત બની રહી છે. હાલમાં જ બનેલી ઘટનાઓમાં છ લોકોના મોત થયા હતાં. જોકે આવી ઘટનાઓ માટે જેટલા જવાબદાર બસ ચાલકો છે, તેટલા જ વાંક ખાનગી વાહન ચાલકોનો પણ જોવા મળી રહ્યો છે. નાગરિકોએ પ્રતિબંધિત રોડમાં ઘુસવાનો અધિકાર કોણે આપ્યો? આ રૂટ પર બીઆરટીએસ સિવાય અન્ય કોઇ વાહન માન્ય નથી.

fallbacks

ઝી 24 કલાકનુ સ્ટીંગ ઓપરેશન, યુવાઓ માટે ગુજરાત સરકારની સ્વાવલંબન યોજના બની ‘ધક્કા યોજના’ 

ખાસ કરીને બીઆરટીએસ રૂટમાં બસ સિવાયના અન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં અનેક વાહનો પ્રવેશ કરે છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ કોરીડોરમાં ગુરુવારે સવારે અનેક વાહનો ઘુસી ગયા હતા. આ સમગ્ર ઘટનાને બીઆરટીએસના ડ્રાઈવરે મોબાઈલ કેમેરામાં કેદ કરી દીધી હતી. બીઆરટીએસ બસના ડ્રાઇવરે આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી.

કુદરત કરી રહ્યું છે આ પરિવારની કસોટી,9 સંતાનોને સાંકળથી બાંધવા મજબૂર માતાપિતા

કલાકારે બનાવ્યું પોતાની કલ્પનાનું નાનકડું રામમંદિર, લોકોએ કરી વાહવાહી

બીઆરટીએસ બસ જ્યારે પોતના સ્ટેન્ડ પર પહોંચી હતી ત્યારે સામેથી બાઈક, રીક્ષા અને કાર આવી રહી હતી. જ્યારે બસ બીઆરટીએસ રૂટમાં પ્રવેશી હતી ત્યારે કાર ચાલક સામેથી આવ્યો હતો. જેથી બસ અટકાવવામાં આવી હતી, તો કાર ચાલકે બસના ડ્રાઈવર સાથે માથાકૂટ પણ કરી હતી. કેટલાક કિસ્સાઓમાં બસ ડ્રાઈવરોની ભૂલ હોઇ શકે પરંતુ સાથે સાથે નાગરિકો પણ તેટલા જ જવાબદાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More