Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલ : પશુઓમાં જોવા મળતો રોગ 4 વર્ષની બાળકીને થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

બ્રુસેલોસીસ પ્રકારનો તાવ સામાન્ય રીતે પશુઓમાં જ જોવા મળે છે. પરંતુ પ્રાણીઓને થતો આ તાવ ગોંડલ તાલુકાના હડમતાળા ગામની 4 વર્ષની બાળકીમાં જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકીને સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આજે તેની તબિયત સ્વસ્થ થઇ જતા તેણે હોસ્પીટલમાંથી રજા આપી દેતા ઘરે લઇ આવવામાં આવી છે.

ગોંડલ : પશુઓમાં જોવા મળતો રોગ 4 વર્ષની બાળકીને થતા આરોગ્ય વિભાગ દોડતું થયું

રક્ષિત પંડ્યા/રાજકોટ :બ્રુસેલોસીસ પ્રકારનો તાવ સામાન્ય રીતે પશુઓમાં જ જોવા મળે છે. પરંતુ પ્રાણીઓને થતો આ તાવ ગોંડલ તાલુકાના હડમતાળા ગામની 4 વર્ષની બાળકીમાં જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકીને સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આજે તેની તબિયત સ્વસ્થ થઇ જતા તેણે હોસ્પીટલમાંથી રજા આપી દેતા ઘરે લઇ આવવામાં આવી છે.

fallbacks

Pics : ડાંગનો ફેમસ ગીરાધોધ જીવંત થતા જ તંત્ર દોડતુ થયું, પ્રવાસીઓની કરી એક વિનંતી

ગોંડલ તાલુકાનું હડમતાળા ગામ માત્ર 2500 લોકોની વસ્તી ધરાવતું નાનકડું એવુ ગામ છે. ત્યારે આ ખોબા જેવડા ગામમાં એક ચાર વર્ષની બાળકીને બ્રુસેલોસીસ તાવની અસર જોવા મળતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને સમગ્ર ગામમાં પહેલા દવાનો છંટકાવ કર્યો હતો. ત્યાર બાદ પશુઓને રસી આપવાની કામગીરી કરવામાં આવી હતી.

મહિલાઓએ દુપટ્ટાની મદદથી ગજબ સ્ટાઈલમાં કરી રૂપિયાની ચોરી, રાજકોટની ઘટના

રાજકોટ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર નિલેશ રાઠોડએ જણાવ્યું હતું કે, આ રોગ બેક્ટેરિયામાંથી થતો રોગ છે. આ રોગ ગંભીર રોગ નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ પગલા લઇ ગામમાં પશુઓને રસી આપવાની કામગીરી કરી દેવામાં આવી છે. સાથે જ આજે જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા બાળકી અને તેના પરિવારની મુલાકાત લીધી હતી અને તેની સ્વાસ્થ્ય સારી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વરસાદી ઋતુની વચ્ચે નાના મોટા તાવ સહિતના રોગો માટે તમામ દવા જથ્થો પણ જિલ્લા આરોગ્ય પાસે ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More