ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના સરધારમાં પૂર્વ ઉપ સરપંચની હત્યા થતા ચકચાર મચી છે. ખેતરમાં સુતા હતા ત્યારે રાત્રે ત્રિકમ મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આજીડેમ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હત્યા કરનાર ખેત મજૂર હોવાની દ્રઢ શંકા આધારે પોલીસે તપાસ શરૂ કરી મજૂરની શોધખોળ શરૂ કરી છે. જોકે હત્યા કરવા પાછળ શું કારણ છે એ પોલીસ પણ શોધી રહી છે.
ગુજરાતમાં ચોમાસાની થશે ઘાતક એન્ટ્રી! વૃક્ષો ધરાશાયી થાય, છાપરા ઉડે તેવો પવન ફૂંકાશે!
સરધારના રહેવાસી અને પૂર્વ ઉપ સરપંચ હરેશ સાવલિયાની હત્યા કરાયેલી લાશ ગઈકાલે સવારે તેના જ ખેતરમાંથી મળી આવી હતી. હરેશ સાવલિયા ભાઈએ જણાવ્યું હતું કે, રાત્રે વાડી ખાતે સુવા ગયા હતા. વહેલી સવારે હરેશ સાવલિયા વાડીમાં લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલાની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા આજીડેમ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
મૃતકના નાના ભાઈ ચંદુભાઈ સાવલિયાના કહેવા મુજબ, અમારા ભાઈનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવે તેમજ જે કોઈ વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હોય તેમને તાત્કાલિક અસરથી પકડી પાડવામાં આવે. રાત્રીના સમયે અમારી વાડી ખાતે એક રાજસ્થાની મજૂર હતો. જે હાલ ગાયબ જોવા મળી રહ્યો છે. અમારા દ્વારા પોલીસને તેના નંબર પણ આપવામાં આવ્યા છે. તેનો છેલ્લો લોકેશન અમદાવાદ બતાવી રહ્યું છે. ત્યારે હાલ પોલીસ દ્વારા શકમંદ મજુરની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ મૃતકના નાના ભાઈ ચંદુભાઈ સાવલિયાનું પણ કહેવું છે કે, મૃતક હરેશભાઈ ગામના ઉપસરપંચ રહ્યા છે પરંતુ તેમને ગામના એક પણ વ્યક્તિ સાથે અત્યાર સુધીમાં કોઈ સાથે બોલા ચાલી પણ થઈ નથી.
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ કેમ લીધી ? અજિત અગરકરે ખોલ્યું મોટું રહસ્ય
સરધાર ગામના પૂર્વ ઉપ સરપંચની ત્રિકમ વડે છાતીના ભાગે ઘા ઝીંકીને ગુરૂવારના હત્યા થતા ચકચાર મચી છે. સમગ્ર મામલે મૃતકના 29 વર્ષીય પુત્ર નિકુંજ સાવલિયા દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી મનોજ નામના મજુર વિરુદ્ધ BNS ની કલમ 103 (1) મુજબ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવામાં આવ્યો છે. નિકુંજ દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે કે, પોતાના પિતા હરેશ સાવલિયાને તેમની વાડીએ મજૂર તરીકે કામકાજ કરનારા શકદાર મનોજ અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કોઈ કારણોસર ઝઘડો કરીને છાતીના ભાગે ત્રીકમનો ઘા ઝીંકી તેમની હત્યા કરવામાં આવી છે. તેમજ શકદાર મનોજ ગુનો કરીને નાસી ગયો હોવાનું જણાવ્યું છે.
પોલીસને આપેલી ફરિયાદમાં નિકુંજ સાવલિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતાના પિતા 10 એકરની જમીનમાં ખેતી કામકાજ કરે છે. તેમજ પોતાની વાડી ખાતે દિનેશ બથવાર મધ્યપ્રદેશ વાળા ઘણા વર્ષોથી અમારી વાડી વાવવા માટે રાખતા હતા. તેઓ દસ દિવસ પૂર્વે તેમના પરિવાર સાથે મધ્ય પ્રદેશમાં પ્રસંગ અર્થે ગયા છે. જેથી વાડીએ કામકાજ કરવા માટે મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી મનોજને 15 દિવસ માટે કામ ઉપર રાખેલ હતો. મનોજ એકલો જ અમારી વાડી ખાતે રહેતો હતો. અમારા ભાગ્યા વતનમાં ગયા હોવાથી મારા પિતા હરેશભાઈ રોજ રાત્રે સુવા માટે વાડીએ ધ્યાન રાખવા માટે જતા હતા.
Photos: એક સમયે એશ્વર્યા રાયને ટક્કર આપતી હતી આ અભિનેત્રી, હવે બની ગઈ સાધ્વી
22 તારીખના રોજ રાત્રિના 9:30 વાગ્યા આસપાસ મારા પિતા ઘરેથી જમીને વાડીએ સુવા માટે ગયા હતા. તેમજ 23 તારીખના રોજ સવારના સાત વાગ્યા આસપાસ વાડી ખાતે મારા પિતા લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેમજ ત્યારબાદ અમારી વાડીએ કામકાજ કરતો મનોજ ક્યાંય જોવા ન મળતા તેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી અમને પૂરે પૂરી શંકા છે કે મનોજે કોઈ કારણોસર મારા પિતા સાથે ઝઘડો કરીને તેમની હત્યા કરી છે.
જોકે હત્યા કરવા પાછળ શું કારણ જવાબદાર છે તે હજુ રહસ્ય છે. આરોપી પોલીસ પકડમાં આવ્યા બાદ જ વાસ્તવિકતા સામે આવશે. પરંતુ મજૂરી કામ કરવા આવતા પરપ્રાંતીય શખ્સોને કામે રાખતા પહેલા પોલીસ વેરિફિકેશન જરૂરી હોવા છતાં હજારો ખેડૂતો આવા પરપ્રાંતિયોને મજૂરી કામ માટે રાખે છે. અંતે આવા કિસ્સાઓમાં વધારો થાય છે. પોલીસ આરોપીઓને ક્યાં સુધીમાં ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે