Home> Gujarat
Advertisement
Prev
Next

સાચવજો! BRTS બસના ડ્રાઈવરે તો હદ કરી, એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાયો, 15 મિનિટ સુધી ઉભો રહ્યો...

Surat News: સુરતમાં BRTS બસના ડ્રાઈવરની જોહૂકમી સામે આવી છે. જેમાં બસમાં ચડતા એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો. જેના કારણે વારંવાર ડ્રાઈવરે કહેવા છતા બસનો દરવાજો ખોલ્યો નહોતો. આશરે 15 મિનિટ સુધી મુસાફર ફસાયેલા પગે ઉભો રહ્યો હતો.

સાચવજો! BRTS બસના ડ્રાઈવરે તો હદ કરી, એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાયો, 15 મિનિટ સુધી ઉભો રહ્યો...

ઝી બ્યુરો/સુરત: શહેરમાં દોડતી બીઆરટીએસ બસને લઈને અવારનવાર અહેવાલો આવતા હોય છે. ત્યારે સુરતમાં BRTS બસના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. જેમાં BRTS બસમાં ચડતા એક વ્યક્તિનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો. તેમ છતાં તે વ્યક્તિએ વારંવાર કહેવા છતા ડ્રાઈવરે બસનો દરવાજો ખોલ્યો નહોતો. આશરે 15 મિનિટ સુધી મુસાફરનો પગ ફસાયેલા રહ્યો હતો. બસના ડ્રાઈવરની આ બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. હાલ આ મુદ્દે વિવાદ જોવા મળ્યો છે.

fallbacks

ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા બાઈડને કર્યું મોટુ કામ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખુશખબર

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં BRTS બસમાં વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. બીઆરટીએસ બસ નંબર GJ-05 CU 8120માં આ ઘટના બની હતી. ગોડાદરાના મંગલ પાંડે બીઆરટીએસ પાસે બસ ડ્રાઈવરે તો હદ કરી નાખી હતી. અહીં એક વ્યક્તિ બીઆરટીએસ બસમાં જતા તેનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો.  

હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...

બસ ડ્રાઈવરે આ ઘટનાને ગંભીરતાથી ન લેતા બસનો દરવાજો ખોલ્યો જ ન હતો. અંદાજે 15 મિનિટ સુધી એ જ હાલતમાં BRTS બસ હંકારતો ગયો હતો. બસ ડ્રાઇવરની આ ગંભીર બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More