Home> Gujarat
Advertisement
Prev
Next

બનાસકાંઠા : ભારત-પાકિસ્તાન બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા

દેશભરના લોકો તહેવારો ઉજવે છે, પણ સેનામાં ફરજ બજાવતા જવાનો માટે કોઈ તહેવાર હોતો નથી. ત્યારે આજે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફરજ બજાવતા BSFના જવાનોને રાખડીઓ બાંધવા જનકલ્યાણ સમિતિની બહેનો પહોંચી ગઈ હતી. 

બનાસકાંઠા : ભારત-પાકિસ્તાન બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા

અલ્કેશ રાવ/બનાસકાંઠા :દેશભરના લોકો તહેવારો ઉજવે છે, પણ સેનામાં ફરજ બજાવતા જવાનો માટે કોઈ તહેવાર હોતો નથી. ત્યારે આજે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફરજ બજાવતા BSFના જવાનોને રાખડીઓ બાંધવા જનકલ્યાણ સમિતિની બહેનો પહોંચી ગઈ હતી. 

fallbacks

200 વર્ષ પહેલા ગુજરાતના આ ગામમાં રક્ષાબંધનનો ઈતિહાસ બદલાયો હતો, આજે પણ જાળવી છે પરંપરા

જનકલ્યાણ સમિતિની બહેનોએ ભારત -પાકિસ્તાન બોર્ડર ઉપર જઈ જવાનોને રાખડીઓ બાંધી હતી. મહિલાઓએ સરહદ પર સૌની રક્ષા કરતા જવાન ભાઈઓ સાથે રક્ષાબંધન મનાવી હતી. બોર્ડર પર દેશની રક્ષા માટે તૈનાત રહી દેશની સુરક્ષા કરનાર જવાનોને બહેનોએ રાખડીઓ બાંધી જવાનોની લાંબી આયુષ્ય પ્રાર્થના પણ કરી હતી. આ પ્રસંગે ભારત-પાકિસ્તાન બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. 

કચ્છ મેં યે નહિ દેખા તો કુછ નહિ દેખા, ચોમાસામાં જીવંત થયો કચ્છનો નાયગ્રા ફોલ

બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન સીમા પર આવેલા બોર્ડરના નડાબેટ ખાતે 73માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ હતી. BSFના અધિકારીઓ અને જવાનોએ બોર્ડર પર ધ્વજવંદન કર્યું હતું. આ ઉજવણીમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. BSFના જવાનોએ ઉપસ્થિત લોકોને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. આમ, ભારત-પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More