Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાના હોટ સ્પોટ વિસ્તારોમાં BSFની ટુકડીને સોંપાઇ કમાન, કડક કાર્યવાહીનાં આદેશ

શહેરમાં કોરોના વાઇરસ ના વધતા જતા વ્યાપ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા કેટલાક વિસ્તાર ને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.  લોકડાઉનનું કડક પાલન કરાવવા શહેર પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત તંત્ર દ્વારા બી.એસ.એફની પણ મદદ લેવામાં આવી છે. શહેર માં રેડ ઝોન જાહેર કરાયેલા જુદાજુદા વિસ્તાર માં બી.એસ.એફ ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

વડોદરાના હોટ સ્પોટ વિસ્તારોમાં BSFની ટુકડીને સોંપાઇ કમાન, કડક કાર્યવાહીનાં આદેશ

વડોદરા : શહેરમાં કોરોના વાઇરસ ના વધતા જતા વ્યાપ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા કેટલાક વિસ્તાર ને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.  લોકડાઉનનું કડક પાલન કરાવવા શહેર પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત તંત્ર દ્વારા બી.એસ.એફની પણ મદદ લેવામાં આવી છે. શહેર માં રેડ ઝોન જાહેર કરાયેલા જુદાજુદા વિસ્તાર માં બી.એસ.એફ ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

fallbacks

આજે રેડ ઝોન જાહેર કરાયેલા તાંદલજા વિસ્તારમા બી.એસ.એફ જવાનો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. લોકડાઉન હોવા છતાં કેટલાક લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળતા હોવાની ફરિયાદનાં પગલે હવે તંત્રએ અર્ધ લશ્કરી દળોની મદદ લેવાનું ચાલુ કર્યું છે. તમામ સ્થળો પર પોલીસ પહોંચી શકતી નથી જેથી હવે અર્દ લશ્કરી દળોની પણ મદદ લેવામાં આવી રહી છે. 

પોલીસ અત્યાર સુધી લોકોને સમજાવી ને કામ ચલાવતી હતી. જો કે હવે બી.એસ.એફ ના જવાનોને જવાબદારી સોપાતા લકડાઉનનો ભંગ કરનાર નાગરિકોની ખેર નથી. લશ્કરી શાસન પહેલાથી જ આકરૂ ગણવામાં આવે છે. ત્યારે દુધ દવાનાં નામે બહાર નિકળી જનારા નાગરિકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More