Home> Gujarat
Advertisement
Prev
Next

મે તારી સાથે લગ્ન કર્યા એ મારા જીવનની મોટામાં મોટી ભુલ લખી તબીબે આત્મહત્યા કરી

બી.ટી સવાણી હોસ્પિટલનાં તબીબ તરીકે ફરજ બજાવતા યુવકે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બી.ટી સવાણી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા વિપુલ પારિયાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જેથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ જ વિપુલનાં લગ્ન થયા હતા. 

મે તારી સાથે લગ્ન કર્યા એ મારા જીવનની મોટામાં મોટી ભુલ લખી તબીબે આત્મહત્યા કરી

રાજકોટ: બી.ટી સવાણી હોસ્પિટલનાં તબીબ તરીકે ફરજ બજાવતા યુવકે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બી.ટી સવાણી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા વિપુલ પારિયાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જેથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ જ વિપુલનાં લગ્ન થયા હતા. 

fallbacks

સુત્રોનાં અનુસાર થોડા સમય અગાઉ જ વિપુલના પ્રેમ લગ્ન થયા હતા. જો કે લગ્નનાં 5 મહિના જેટલા ઓછા સમયમાં વિપુલે આપઘાત કરતા તેનાં મૃત્યુથી અનેક સવાલો પેદા થયા છે. પ્રાથમિક તપાસમાં વિપુલે પત્ની સાથેના ઝગડામાં આપઘાત કર્યો હોવાનું તારણ સામે આવ્યું છે. તબીબનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મુદ્દે તપાસ આરંભી દીધી છે.

જો કે વિપુલે જે રૂમમાં આત્મહત્યા કરી હતી તે રૂમની દિવાલ પર લખાણ દ્વારા પોતાની પત્ની પર આરોપ લગાવ્યા હતા. તેમણે દિવાલ પર લખાણ લખ્યું હતું કે, મે પુજા સાથે લગ્ન કરીને જીવનની મોટી ભુલ કરી છે. તુ ખુબ જ ખોટુ બોલે છે. આટલુ દિવાલ પર લખાણ લખીને ડોક્ટરે આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસ દ્વારા આ મુદ્દે પ્રાથમિક અરજી દાખલ કરીને તપાસ આરંભી દીધી છે. પરિવારનાં લોકોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More