Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણામાં PSIની બંદૂકથી અચાનક ગોળી છૂટી ગઈ અને પત્નીને વાગી! જાણો પછી શું થયું?

મહેસાણામાં પીએસઆઇની રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટતા પત્નીને વાગવાની ઘટના સામે આવી છે. જો કે, પીએસઆઇની પત્ની પગના ભાગે વગાતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

મહેસાણામાં PSIની બંદૂકથી અચાનક ગોળી છૂટી ગઈ અને પત્નીને વાગી! જાણો પછી શું થયું?

ઝી મીડિયા બ્યૂરો: મહેસાણામાં પીએસઆઇની રિવોલ્વરમાંથી અચાનક ગોળી છૂટતા પત્નીને વાગવાની ઘટના સામે આવી છે. જો કે, પીએસઆઇની પત્ની પગના ભાગે વગાતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

fallbacks

મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર પાસે રહેતા પીએસઆઇ જે. એલ બારીચાના પત્નીને ગોળી વાઘતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ત્યારે આ ઘટના ગઇકાલે બની હતી. ગઈકાલે પીએસઆઇ જે.એલ બોરીચા તેમની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. ત્યારે રિવોલ્વર સર્વિસ કર્યા બાદ પોતાના પાઉચમાં મૂકવા જતા બંદુકમાંથી એકાએક ગોળી છૂટી ગઈ હતી. 

આ પણ વાંચો:- રાજ્યમાં રોગચાળો બેકાબૂ થતાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ, ડેન્ગ્યુ-ચિકનગુનિયા સહિતના કેસમાં ધરખમ વધારો

બંદુકમાંથી છૂટ્યા બાદ ગોળી દીવાલને અથડાઈને પીએસઆઇના પત્ની વૈશાલી બોરીચાના પગમાં વાગી હતી. જો કે, ગોળી વાગતા પીએસઆઇના પત્ની ગંભીર રીતે ઘવાયા હતા. પીએસઆઇના પત્નીને ગોળી વાગતાં તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More