Home> Gujarat
Advertisement
Prev
Next

છોકરીઓ સાથે મિટિંગ, સેટિંગ અને સંબંધ બાંધી કમાવો પૈસા, એસ્કોટ કંપનીના નામે લૂંટતા બંટી-બબલી ઝડપાયા

સોશિયલ મીડિયાના ઉપયોગ થકી લોકોને લૂંટતી ભેજાબાજ બંટી બબલીની જોડી ઝડપાઈ છે. છોકરીઓ સેટિંગ, મિટિંગ સાથે સેક્સ કરી પૈસા કમાવવાની લાલચ આપી અમદાવાદના યુવક પાસેથી 7 લાખ રૂપિયા પડાવી લેનાર બંટી-બબલીની જોડીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે

છોકરીઓ સાથે મિટિંગ, સેટિંગ અને સંબંધ બાંધી કમાવો પૈસા, એસ્કોટ કંપનીના નામે લૂંટતા બંટી-બબલી ઝડપાયા

અમદાવાદ: સોશિયલ મીડિયાના ઉપયોગ થકી લોકોને લૂંટતી ભેજાબાજ બંટી બબલીની જોડી ઝડપાઈ છે. છોકરીઓ સેટિંગ, મિટિંગ સાથે સેક્સ કરી પૈસા કમાવવાની લાલચ આપી અમદાવાદના યુવક પાસેથી 7 લાખ રૂપિયા પડાવી લેનાર બંટી-બબલીની જોડીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે.

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના એક યુવક પાસેથી છોકરીઓ સાથે સેટિંગ, મીટિંગ અને શારીરિક સંબંધ બાંધવાની લાલાચ આપી 7 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી હતી. જે બાદ યુવકે ફરિયાદ નોંધાવતા અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે બંટી-બબલીની ધરપકડ કરી છે. જો કે, મળતી માહિતી મુજબ બંટી બબલીની આ જોડી ફેસબુક પર ફેક આઇડી બનાવી લોકો પાસેથી પૈસા પડાવતી હતી. જેમાં અમદાવાદનો એક યુવક ફસાયો હતો.

આ પણ વાંચો:- પાકિસ્તાનની ચાલ? સરહદ પેટ્રોલિંગ વચ્ચે પાક.માંથી ભાગી કચ્છ કઈ રીતે પહોંચ્યો કિશોર

આ બંટી-બબલીની જોડીએ ફેસબુક પર પ્રિયંકા પટેલ નામથી છોકરીનું ફેક એકાઉન્ટ બનાવ્યું અને યુવક સાથે મિત્રતા કેળવી હતી. જો કે ત્યારબાદ યુવતી એસ્કોટ કંપની ચલાવતી હોવાનું યુવકને જણાવ્યું હતું અને છોકરીઓ સાથે સેટીંગ, મિટિંગ અને સેક્સ કરી પૈસા કમાવવાની ઓફર કરી હતી. ત્યારે યુવતીની વાતમાં ભોળવાઈ જતા યુવક આ કામ માટે તૈયાર થઈ ગયો હતો. જે બાદ યુવક પાસે પ્રોસેસિંગ ફીના નામે પહેલા તો 500 રૂપિયા પડાવ્યા હતા.

આ પણ વાંચો:- આખું ગુજરાત કોરું ધાકોર, 7 વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્યો, હજી પણ કોઈ આશા નથી

ત્યારબાદ છોકરી સાથે મિટિંગ અને સંબંધ બનાવવા માટે હોટલના ભાડું પણ ભરાવ્યું હતું. આ બંટી-બબલીની જોડીએ બે ફેક મહિલાઓના નામ યુઝ કરી યુવક પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. તેઓ અલગ અલગ નંબર દ્વારા ફોન કરી વાતચીત કરી યુવક પાસેથી 7 લાખ 10 હજાર રૂપિયા પડાવ્યા હતા. જો કે, યુવકને જ્યારે આ વાતની જાણ થઈ કે તે છોકરી સાથે સંબંધ બાંધવાની લાલચમાં છેતરાયો છે. ત્યાર તેણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:- હવે ગુજરાતમાં બનશે કોરોના વેક્સીન, કેન્દ્ર તરફથી મળ્યું ગ્રીન સિગ્નલ 

ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરાઈ હતી. જો કે, ગણતરીના સમયમાં જ પોલીસે આ બંટી બબલીની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમને તેમની પાસેથી 3 ફોન, તેમજ અનેક કંપનીઓના ક્રેડિટ કાર્ડ તેમજ ડેબિટ કાર્ડ, ચેક બૂક, આધાર કાર્ડ સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. ત્યારે બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તેઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા થકી અલગ અલગ આઇડી બનાવી લોકોને લૂંટી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More