Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગર: ખાનગી મીની બસનો થયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત

ભાવનગરમાં ખાનગી મીની બસનાં અકસ્માતની ઘટના બની હતી. વલ્લભીપુરનાં ચમારડી જતા રસ્તા પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.

 ભાવનગર: ખાનગી મીની બસનો થયો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત

નિતીન ગોહિલ/ભાવનગર: ભાવનગરમાં ખાનગી મીની બસનાં અકસ્માતની ઘટના બની હતી. વલ્લભીપુરનાં ચમારડી જતા રસ્તા પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં 4 લોકોનાં મોત થયાં છે. તો બીજી બાજુ 30થી વધુ લોકોને નાની-મોટી ઇજા થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે 108ની ત્રણ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી કરી હતી.

fallbacks

ડ્રાયવરે સ્ટેરિંગ પરથી કાબુ ગમાવતા મીની પ્રાઇવેટ બસમાં નાળામાં બાબકી જતા 4 મુસાફકરોના મોત થયા છે. અકસ્માતની જાણ પોલીસને થતા વલ્લભીપુરની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બસ નાળામાં ખાબકતા ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે 30 જેટલા લોકોને ઇજાઓ થતા ત્રણ જેટલી 108ની ટીમ દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે.

fallbacks

વલભીપુર ચમરાડી જવા રસ્તા પર અકસ્માત થતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો. આપસપાસના ગામ લોકોના ટોળે ટોળા મદદ માટે આવી પહોંચ્યા હતા. બસમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. ડ્રાયવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરથી આશરે 25 ફૂટ ઉંડા ખાડામાં બસ ખાબકી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More