નચિકેત મહેતા/ખેડા :મોડી રાતે નડિયાદ કપડવંજ રોડ પર વીણા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી બસ રાજસ્થાન થી સુરત જઈ રહી હતી તે દરમિયાન વીણા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ પલ્ટી વાગતા સાઈડ પર આવેલ 15 ફૂટ ખાડામાં ખાબકી હતી. લક્ઝરી બસમાં 50 જેટલા પેસેન્જર સવાર હતા, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. લક્ઝરી બસ પલ્ટી વાગતા એક પેસેન્જર બસમાં ફસાયો હતો. જેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો.
નડિયાત કપડવંજ રોડ પર અકસ્માતની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ અને 108 ની ચાર એમ્બ્યુલન્સ તથા મહુધા પોલીસ ઘટનાં સ્થળે પહોંચ્યા હતા. 50 મુસાફરો સવાર હોવાથી 108 ની ચાર એમ્બયુલન્સ ઈજાગ્રસ્તોની મદદે ઘટના સ્થળે પહોંચી હતી. નડિયાદ, મહુધા, કઠલાલ 108 ની એમ્બલ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, અકસ્માતમાં ત્રણ વ્યકિત ઇજાગ્રસ્ત થયા હતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : પરિણીત પ્રેમી પંખીડાનુ ચૂપકે ચૂપકે મિલન પકડાયુ, લોકોએ બહારથી રૂમનો દરવાજો બંધ કર્યો અને પછી...
તો બીજી તરફ બસ પલટી ખાઈ જતા તેમાં એક મુસાફર ફસાયો હતો. આ મુસાફરને બહાર કાઢવા માટે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યું ઓપરેશન શરૂ કર્યું. ફસાયેલ વ્યક્તિ બસની અંદર નીચે દબાઈ ગયો હતો. ફસાયેલ વ્યક્તિ બહાર કાઢવા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે સ્પેડર કટરની મદદથી બસનું પતરું કાપી તેને બસમાંથી બહાર કાઢ્યો હતો. આશરે દોઢ કલાકની જહેમત બાદ બસમાં ફસાયેલ વ્યકિતને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. ફસાયેલ વ્યક્તિને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેવુ નડિયાદ ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ફાયર સુપરિટેન્ડન્ટ અશોક શર્માએ જણાવ્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે