Home> Gujarat
Advertisement
Prev
Next

આ માણસની જાગૃતિને કારણે બચી ગયા સુરતના ફુલ જેવા બાળકોના જીવ, ગમે ત્યારે મોટા એક્સિડન્ટનો હતો ભય

સુરત (Surat)માં યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂ (Liquor)ના નશામાં બસ (Bus) ચલાવતો હોવાનું બહાર આવતા મોટો હોબાળો થઈ ગયો છે.

આ માણસની જાગૃતિને કારણે બચી ગયા સુરતના ફુલ જેવા બાળકોના જીવ, ગમે ત્યારે મોટા એક્સિડન્ટનો હતો ભય

ચેતન પટેલ, સુરત : સુરત (Surat)માં યુનિક હોસ્પિટલ નજીક સ્કૂલ બસનો ડ્રાઇવર દારૂ (Liquor)ના નશામાં બસ (Bus) ચલાવતો હોવાનું બહાર આવતા મોટો હોબાળો થઈ ગયો છે. સુરતના કેનાલ રોડ પર આવેલી યુનિક હોસ્પિટલ નજીક આગળ રેડિયન્ટ ઈંગ્લિશ એકેડમીનો અને બસ પર રાયલ ઇન્ટરનેશનલ સ્કૂલના નિર્દેશવાળી સ્કૂલ બસનો ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. 

fallbacks

બહેનના લગ્નની ખુશીમાં આપી દારૂની ઢિંચાક પાર્ટી, હવે અમદાવાદના 14 નબીરા ગણે છે જેલના સળિયાં

આ ડ્રાઇવરે એક પ્રદીપ પંડ્યા નામની વ્યક્તિની ગાડીને ટક્કર માર્યા બાદ આખો મામલો સામે આવ્યો હતો. ગાડી ચાલકની સતર્કતાને કારણે બસમાં સવાર 30 જેટલા બાળકોની ખતરાથી બચી ગયા છે. બસનાં ડ્રાઇવરને ખટોદરા પોલીસ મથક લઇ જવામાં આવ્યો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યુત સહાયકની રદ થયેલી પરીક્ષા સંદર્ભે ઉર્જા વિભાગનો મોટો ખુલાસો, કરી સત્તાવાર જાહેરાત

આ ઘટનાની વિગતો જોઈએ તો સ્કૂલ બસના ડ્રાઇવર અને પ્રદીપ પંડ્યાની કાર વચ્ચે અકસ્માત થયા પછી સ્કૂલ બસના બાળકોએ પ્રદીપ પંડ્યાને ડ્રાઇવરના વર્તનની ફરિયાદ કરીને જણાવ્યું કે આજે બસનો બેથી ત્રણ વાર અકસ્માત થવાનો હતો. આ પછી ડ્રાઇવરના મોંમાંથી દારૂની વાસ આવતા જાગૃત નાગરિક તરીકે પ્રદીપ પંડ્યાએ 100 નંબર પર ફોન કરીને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ પછી તરત જ પીસીઆર વાન ઘટના સ્થળે આવી ગઈ હતી. બાદમાં બસને ખટોદાર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. આ ડ્રાઇવર વિરુદ્ધ  વધુ તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More