Home> Gujarat
Advertisement
Prev
Next

'હું હારી ગયો, તેણે મારી સાથે ખોટું કર્યું', પૂર્વ પત્ની-પ્રેમીના માનસિક-શારીરિક ત્રાસથી કંટાળી જિંદગી ટૂંકાવી!

સુરતના મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્રાણ પોલીસે યુવાનની સુસાઈડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વીડિયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ, તેનો પ્રેમી અને તેના 10 સ્ત્રી-પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પેરણાનો ગુનો નોંધાયો છે.

'હું હારી ગયો, તેણે મારી સાથે ખોટું કર્યું', પૂર્વ પત્ની-પ્રેમીના માનસિક-શારીરિક ત્રાસથી કંટાળી જિંદગી ટૂંકાવી!

ચેતન પટેલ/સુરત: સુરતના મોટા વરાછા વિસ્તારમાં પૂર્વ પત્ની અને તેના પ્રેમીના માનસિક અને સારીરિક ત્રાસથી કંટાળી ઓનલાઈન ધંધા સાથે સંકળાયેલા વેપારીએ આપઘાત કર્યો હતો.આપઘાત કરતા પહેલા વેપારીએ લખેલી સુસાઇડ નોટ અને વીડિયો પોલીસે કબ્જે કર્યો હતો.જે સુસાઇડ નોટ અને વીડિયોમાં પૂર્વ પત્ની અને તેના પ્રેમી સહિત અન્ય આરોપીઓના નામો જણાવ્યા હતા.જેમાં મુખ્ય આરોપી તરીકે મૃતકની પૂર્વ પત્ની સહિત તેના પ્રેમીની ધરપકડ કરી આગળની વધુ તપાસ ઉત્રાણ પોલીસે હાથ ધરી છે. 

fallbacks

ગુજરાતના સરકારી અધિકારીઓ હવે વધુ સારી રીતે કરશે જલસા! નાસ્તા અને ભોજનના ખર્ચમા વધારો

સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા અને ઓનલાઈન ધંધા સાથે સંકળાયાયેલા વેપારીએ ઝીરો દવા ગટગટાવી આપઘાત કર્યો હતો.ચોથી મે ના રોજ મોટા વરાછા ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા ગટગટાવી વેપારીએ જીવન ટૂંકાવ્યું હતું.જો કે વેપારીએ આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ અને વીડિયો પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. 

જયદીપ સટોળીયા નામનો વેપારીએ ઓનલાઈન ધંધા સાથે જોડાયેલા હતો.જયદીપને મૂળ નર્મદા ની વતની શીતલ રાઠવા જોડે પ્રેમ સબંધ હતો.જેથી બંનેએ પ્રેમ સંબંધમાં લગ્ન કર્યા હતા.બંનેના આ લગ્નજીવનમાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થતાં પ્રેમસંબંધમાં તિરાડ પડી હતી.જ્યાં બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.દરમ્યાન શીતલ રાઠવા અને જયદીપ વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી આ પ્રેમસંબંધ પણ કાયમી ધોરણે પૂર્ણ વિરામ મુકવાનો નિર્ણય કર્યો હતો.જે બાદ બંને રાજી ખુશીથી છૂટા થઈ ગયા હતા.પરંતુ ત્યારબાદ પણ બંને વચ્ચે ફરી વાતચીત અને પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો.જો કે આ વચ્ચે શીતલ અને તેના પ્રેમી મોહસીન ઉર્ફે ટાઇગર મેમણ દ્વારા જયદીપને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. 

કાલે સૌરાષ્ટ્ર-કચ્છના આ વિસ્તારોમાં ભારે વરસાદ: અંબાલાલે કરી નળિયા તોડે એવી આગાહી

પૂર્વ પત્ની અને તેના પ્રેમી ના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળેલા જયદીપ એ ચોથી મેના રોજ મોટા વરાછા ખાતે આવેલા ખુલ્લા પ્લોટ માં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જે આપઘાત કરતા પહેલા તેણે મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો. જે મોબાઈલ વીડિયોમાં પોતાની પૂર્વ પત્ની અને તેના પ્રેમ દ્વારા આપવામાં આવેલા માનસિક અને શારીરિક ત્રાસ અંગેની આપવીતી જણાવી હતી. એટલું નહીં પરંતુ અંતિમ પગલું ભરતા પહેલા તેણે એક સુસાઇડ નોટ પણ લખી હતી. જે સુસાઇડ નોટમાં પોતાની પૂર્વ પત્ની શીતલ રાઠવા, તેના પ્રેમી મોહસીન ઉર્ફે ટાઈગર મેમણ સહિત અન્ય કિસ્સોના નામ લખ્યા હતા. 

FB પર દોસ્તી, કારમાં 100 યુવતીઓ સાથે ગેંગરેપ...'પોલ્લાચી કાંડ'ની ચોંકાવનારી કહાની

ઝેરી દવા ગટગટાવી આપઘાત પ્રયાસ કરતા જયદીપ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે બાદ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટના ના પગલે ઉત્રાણ પોલીસ દ્વારા અકસ્માત નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન પરિવારજનો દ્વારા કરાયેલા આક્ષેપો અને સુસાઇડ નોટ સહિત વિડિયો માં આધારે નવમી મે ના રોજ પોલીસે દુષ્પ્રેરણા અંગેનો ગુન્હો નોંધ્યો હતો.જે ગુનાના આધારે પોલીસે આરોપીઓ ની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા. ઉત્રાણ પોલીસ દ્વારા મૃતક જયદીપની પત્ની શીતલ રાઠવા અને.તેના પ્રેમી મોહસીન ઉર્ફે ટાઇગર મેમણ ની નવસારી ખાતેથી ધરપકડ કરી હતી.જ્યારે સુસાઇડ નોટમાં જે ઈસમો ના નામ નો ઉલ્લેખ છે તે તમામ ની ધરપકડ કરવા આગળની તપાસ ઉત્રાણ પોલીસે હાથ ધરી હતી. 

સાવ આવું! રાજકોટમાં 555 નવવધૂને બગસરાનો માલ પધરાવ્યો! આયોજનમાં ભાજપના જ નેતાઓ સામેલ

જયદીપ એ સપનામાં પણ વિચાર્યું ન હશે કે જે શીતલ જોડે તેણે પ્રેમ સંબંધ રાખ્યો હતો તેનો કરુણ અંજામ આવશે. આંધળા પ્રેમમાં પડેલા જયદીપે શીતલ જોડે લગ્ન કરી દાંપત્ય જીવન જીવવાનો નિર્ધાર તો કર્યો પરંતુ શીતલના અન્ય પર પુરુષ સાથેના પ્રેમ સંબંધોના કારણે આ દાંપત્ય જીવનમાં મોટી તિરાડ પડી. જો સમય પર જયદીપ એ શીતલ જોડે ના તમામ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધો હોત તો આજે જયદીપ જીવિત હોત. જેનું દુઃખ આજે જયદીપ નો પરિવાર વ્યક્ત કરી રહ્યો છે.ત્યારે સુરતમાં પૂર્વપત્ની અને તેના પ્રેમીના માનસિક અને શારીરિક ત્રાસના કારણે કંટાળી ઓનલાઇન ધંધા સાથે સંકળાયેલા વેપારીના આપઘાત કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More