અમદાવાદ: કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા ગુજરાતની 3 વિધાનસભા બેઠક માંથી રાધનપુર અને બાયડ(Bayad) બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ બેઠકો પર ચાર બેઠકોની સાથે જ આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત(Gujarat) વિધાનસભાની સાત બેઠકો ખાલી હતી જેમાંથી શનિવારે ચાર બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. જોકે, આજે ફરીથી એક જાહેરાત કરી અને રાધનપુર અને બાયડની ચૂંટણી જાહેર કરાઈ છે.
રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામુ ધરી ભાજપ પ્રવેશ કર્યો હતો સાથે જ બાયડ બેઠક પરથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામુ ધરી ભાજપ પ્રવેશ કર્યો તેથી બંને બેઠકો ખાલી પડી હતી. ગઈકાલે અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી જ્યારે રાધનપુર, બાયડ અને મોરવા હડફ બેઠકોની જાહેરાત ન થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.
24મીએ થશે મતગણતરી
રાજયમાં 21મી ઓક્ટોબરે 6 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થશે જ્યારે 24મી ઑક્ટોબરે મતગણતરી યોજાશે. રાધનપુર અને બાયડ સિવાય તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયેલો હતો. આ બેઠકો પરથી ધારાસભ્યોને સાંસદમાં લઈ જવાતાં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે