Home> Gujarat
Advertisement
Prev
Next

હવે 33 કરોડના ખર્ચે અમદાવાદનો CG રોડ આંતરરાષ્ટ્રીય કક્ષાનો બનશે, નવો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર

નવા સીજી રોડનો સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હોઠળ ડેવલપ કરવામાં આવનારો છે. આથી, નવો સીજી રોડ તમામ પ્રકારની સ્માર્ટ ટેક્નોલોજીથી સજ્જ હશે. સીજી રોડ પર ફ્રી વાઈફાઈ ઝોન આપવામાં આવશે. રોડની સ્ટ્રીટ લાઈટ પણ વાઈ-ફાઈથી સંચાલિત હશે. સ્માર્ટ પાર્કિંગ મેનેજમેન્ટ કરવામાં આવશે.

હવે 33 કરોડના ખર્ચે અમદાવાદનો CG રોડ આંતરરાષ્ટ્રીય કક્ષાનો બનશે, નવો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ શહેરનો હાર્દ ગણાતા સી.જી. રોડને હવે આધુનિક સ્વરૂપ મળી જશે. ગુરૂવારે મ્યુનિસિપલ કમિશનર, મેયર અને કારોબારી ચેરમેનની સંયુક્ત પત્રકાર પરિષદમાં સીજી રોડનું રિડેવલપમેન્ટ કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. સ્માર્ટ સિટી પ્રપોઝલ અંતર્ગત સી.જી. રોડને શહેરની પ્રથમ 'સ્માર્ટ સ્ટ્રીટ' તરીકે રિડેવલપ કરાશે. સીજી રોડના નવીનિકરણ પાછળ રૂ.33 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 

fallbacks

નવા સીજી રોડનો સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હોઠળ ડેવલપ કરવામાં આવનારો છે. આથી, નવો સીજી રોડ તમામ પ્રકારની સ્માર્ટ ટેક્નોલોજીથી સજ્જ હશે. સીજી રોડ પર ફ્રી વાઈફાઈ ઝોન આપવામાં આવશે. રોડની સ્ટ્રીટ લાઈટ પણ વાઈ-ફાઈથી સંચાલિત હશે. સ્માર્ટ પાર્કિંગ મેનેજમેન્ટ કરવામાં આવશે. સીજી રોડ પરના ટ્રાફિક સિગ્નલ્સ પણ સ્માર્ટ થાંભલાથી બનાવાશે. સ્પીડ બ્રેકર પણ અત્યાધુનિક હશે. પાર્કિંગ માટે નંબર આપવામાં આવેલા હશે.
fallbacks

સીજી રોડને જોડતા માર્ગો
સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, ગિરીશ કોલ્ડડ્રીન્ક્સ ચાર રસ્તા, બોડિલાઈન ચાર રસ્તા, પંચવટી ચાર રસ્તા અને પરિમલ ચાર રસ્તા. 

સી.જી. રોડની સમસ્યા 
સી.જી. રોડની કુલ લંબાઈ 2.6 કિમી છે. સી.જી. રોડ શહેરના પ્રમુખ કોમર્શિયલ માર્ગોમાંનો એક છે. ટ્રાફિક ઓછો હોવા છતાં પણ સીજી રોડ હંમેશાં ભરેલો-ભરેલો હોય એવું જ દેખાતું હોય છે.
રાહદારીઓ માટે ચાલવા માટેની જગ્યા ખુબ જ સાંકડી છે અને રોડ ક્રોસ કરવા માટેના ક્રોસિંગ્સનું અંતર ઘણું લાંબુ છે. રાહદારીને જો આ બાજુથી સામેની બાજુએ જવું હોય તો લાંબુ ચાલીને જવું પડે, જેના કારણે રાહદારીઓ રસ્તો વચ્ચેથી ઓળંગતા હોય છે અને પરિણામે વાહનોની અવર-જવરથી વ્યસ્ત એવા રોડ પર અકસ્માતનો ભય રહે છે. 
સીજી રોડ પર જ્વેલર્સ, રેડિમેડ કાપડ, બૂટ-ચપ્પલ, ઘડિયાળ વગેરેના બ્રાન્ડેડ કંપનીઓના શોરૂમ આવેલા છે. તો અનેક જાણીતી કંપનીઓની કોમર્શિયલ ઓફિસ પણ આ રોડની આજુ-બાજુમાં આવેલા કોમર્શિયલ બિલ્ડિંગ્સમાં આવેલી છે. 
જેના કારણે રોડ દિવસ દરમિયાન સતત વ્યસ્ત રહે છે. પશ્ચિમ અમદાવાદના મોટાભાગના લોકો સીજી રોડ ઉપર શોપિંગ કરવા આવે છે.

fallbacks
સી.જી. રોડના ડેવલપમેન્ટની જરૂરિયાત

સી.જી. રોડ પર શહેરની મોટાભાગની વસતી ખરીદી માટે આવતી હોવાથી અહીં પાર્કિંગની સમસ્યા સૌથી મોટી છે. આથી સૌ પ્રથમ તો લોકોને પાર્કિંગ માટે પુરતી જગ્યા મળી રહે એ જરૂરી છે. 
શોપિંગ કરવા આવેલા લોકો માટે રાહદારી રસ્તો ખુબ જ સાંકડો છે, જેને પહોળો કરવાની જરૂર છે. રાહદારી રસ્તા પર કોઈ પણ વાહન ન પ્રવેશે એવી વ્યવસ્થા પણ જરૂરી છે. 
સી.જી. રોડ પર વૃક્ષોની સંખ્યા ઓછી છે. આથી, તેને હરિયાળો બનાવવાની જરૂર છે. જેથી શોપિંગ કરવા આવેલા લોકો ચાલતા-ચાલતા શોપિંગનો આનંદ માણી શકે. 
વન વે ટ્રાફિક હોવો જોઈએ અને જાહેર પરિવહનની પુરતી સુવિધા હોવી જોઈએ, જેથી લોકો ખાનગી વાહનો લઈને અહીં ન આવે અને પાર્કિંગની સમસ્યા ન ઉભી થાય.  

મહુવામાં VHP પ્રમુખની હત્યાને પગલે વાતાવરણ તંગ, ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ

વૈશ્વિક મોડેલ અપનાવાશે
વિશ્વનાં પ્રમુખ શહેરો જેમ કે પેરિસ, સિંગાપોર, ન્યુયોર્ક, શાંઘાઈ, ટોકિયો વગેરેમાં પણ આવી એક પ્રમુખ શોપિંગ સ્ટ્રીટ હોય છે. ત્યાં આવા રોડને જે રીતે ડેવલપ કરાયા છે તેને મોડેલ તરીકે ગણીને સીજી રોડને રિડેવલપ કરાશે. સરકાર સીજી રોડના રિડવલપમેન્ટ પાછળ 33 કરોડ ખર્ચવા જઈ રહી છે. આમ, નવું સ્વરૂપ ધારણ કર્યા બાદ અમદાવાદનો સીજી રોડ આંતરરાષ્ટ્રીય કક્ષાનો બની જશે.
fallbacks

નવા સીજી રોડની પ્રસ્તાવિત ડિઝાઈન
1. પ્રમુખ માળખાગત સુવિદાઓ
સ્ટ્રીટ ફર્નીચર - આરામદાયક બેન્ચ(નાના-મોટા સહુ બેસી શકે એવી), કચરા પેટી, જાહેરાતના બોર્ડ, દિશાસૂચક ચિન્હો 
મોટા ઘટાદાર વૃક્ષોની હારમાળા (લોકોને ચાલવામાં મુશ્કેલી ન થાય અને ઠંડકનો અહેસાસ થાય - લીમડો, આકાશનીમ, બોરસલ્લી, તામ્રફલી, સપ્તપરણી જેવા વૃક્ષોનો પ્રસ્તાવ)
સંકલિત કોમર્શિયલ ડિસ્પ્લે બોર્ડ્સ (અત્યાધુનિક જાહેરાતના બોર્ડ)
ચાલવા માટેનો પહોળો રસ્તો (પેવર બ્લોકથી બનાવેલો)
સ્પીડ ટેબલ્સ (વાહનોની ઝડપ ધીમી કરવા માટેની આધુનિક વ્યવસ્થા)
 fallbacks
2. સ્માર્ટ સીટીની ઓળખ આપતી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ 
વાઈ-ફાઈ આધારિત સ્ટ્રીટ લાઈટ મોનિટરિંગ સિસ્ટમ
ટ્રાફિક પર દેખરેખ રાખવા માટે અત્યાધુનિક કેમેરા અને મોનિટરિંગ સિસ્ટમ
સ્ટ્રીટ લાઈટના સ્માર્ટ થાંભલા ( CCTV કેમેરા, સ્પીકર, WLAN, ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જર જેવી સુવિધાઓ એક જ થાંભલામાં)
સ્માર્ટ પાર્કિંગ મેનેજમેન્ટ (પાર્કિંગ માટે ચોક્કસ જગ્યા, પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે કે નહીં તેની ઓનલાઈન સુચનાની વ્યવસ્થા)
વધારાની એક પાઈપલાઈનની જોગવાઈ (જેથી કોઈ નવી લાઈન નાખવા માટે વારંવાર સડક ખોદવી ન પડે)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More