ગૌરવ પટેલ/અમદાવાદ :ચીનમાંથી ફેલાયેલ કોરોના વાયરસને પગલે વિશ્વભરમાં ચીનનો વિરોધ થયો છે. આવામાં ભારતમાં પણ ચીનની બનાવટની વસ્તુઓનો બહિષ્કા કરવાની માંગ ઉઠી હતી. તેમજ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવા પર ભાવ મૂકાયો છે. આવામાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે ચાઈનીસ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે માસ્ક અને ચાના કપ બનાવ્યા છે. ચીનના ભારત વિરોધી વલણને જોતા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આ પગલું લીધું છે. ‘ભારતીય ચીજો અમારું ગૌરવ’ ટાઈટલ હેઠળ સ્વદેશી અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનમાં ૪૦ હજારથી વધુ વેપારી સંસ્થાઓ અને ૭ કરોડથી વધુ વેપારીઓ જોડાશે.
આ અભિયાનનો ઉદ્દેશ આયાતમાં ઘટાડો કરવાનો છે. વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર યોજનાને સફળ બનાવવા માટે ચીનથી આયાત થતી ૩૦૦૦ વસ્તુઓની યાદી બનાવી તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો છે.
ચાઇનાથી ફિનીષ્ડ માલ, કાચો માલ, સ્પેરપાર્ટસ અને તકનિકી ઉત્પાદન મળી ચાર પ્રકારની વસ્તુઓનું લિસ્ટ બનાવાયું છે. આયાત સીઆઇએટીએ પહેલા તબક્કામાં તૈયાર માલનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001 માં ચીનની ચીજોની આયાત 2 અબજ ડોલર હતી, જે વધીને ૭૦ અબજ ડોલરની થઇ છે. 20 વર્ષમાં ચીનની આયાત ૩૫૦૦ ટકા વધી છે. સીઆઇએટીના ચીનની ચીજોના બહિષ્કારના અભિયાને સફળતા મળવા લાગી અને આયાત ઘટી વર્ષ 2018માં આયાત 76 અબજ ડોલર હતી, જે વર્ષ 2020 માં 70 અબજ ડોલર છે.
ગટરના ગંદા પાણીમાં મળ્યો કોરોના વાયરસ, ગુજરાતના બે પ્રોફસરોએ શોધી કાઢ્યું
આ વસ્તુઓનો કર્યો બહિષ્કાર
રમકડા, FMCG પ્રોડક્ટ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ ફેબરિક, ટેક્સાટાઈલ, ટાયર, કોસ્મેટિક, બ્યૂટી પ્રોડક્ટ્સ, ઈનર વેર મેલ, ઈનર વેર ફિમેલ, ગિફ્ટ આર્ટિકલ, ઘડિયાળ, ઓપ્ટીકલ આઈટમ્સ, બિલ્ડર હાર્ડવેર, ટોફી, ચોકલેટ ફૂડ આઈટમ, સ્ટેશનરી પેપર, પ્લાસ્ટિક પ્રોડક્ટસ, સર્જિકલ ઈક્વિપમેન્ટ, કિચન ઈક્વિપમેન્ટ, યુટેન્સિલ ટેપેસ્ટ્રી આઈટમ્સ, ફર્નિચર, વુડન ફર્નિચર, મેટલ લોક્સ, સેફ્ટી ઈક્વિપમેન્ટ, ડેકોરેટિવ આઈટમ્સ, દિવાલી આર્ટિકલ, હોળી આર્ટિકલ, ઈલેક્ટ્રોનિક આઈટમ, કલર કેમિકલ, કિચનવેર, બ્લેન્કેટ, લગેજ આર્ટિકલ, ઓફિસ ઈક્વિપમેન્ટ, હોસ્પિટલ ઈક્વિપમેન્ટ, હોટલ ઈક્વિપમેન્ટ, ફોટોગ્રાફી ઈક્વિપમેન્ટ, ગેમ્સ, સ્પોર્ટસ આર્ટિકલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે