Home> Gujarat
Advertisement
Prev
Next

મનથી મક્કમ દશરથની હિમ્મતને સલામ! જન્મથી કેલ્શિયમની ખામી, શરીરમાં 50થી વધુ ફ્રેક્ચર છતાં હિંમત છે અપાર

Bhavanagar News: ઝાંઝમેર ગામનો દશરથ મકવાણા જન્મથી કેલ્શિયમની ખામીથી છે પીડિત. જન્મથી કેલ્શિયમની ખામીના કારણે અત્યારસુધીમાં 50 થી વધુ થયા છે ફ્રેક્ચર. ફ્રેક્ચર બાદ ઈલાજ શક્ય ન હોય શરીરમાં ગાંઠો પડી જતા ભારે પીડા અનુભવે છે. 6 બહેનનો એકનો એકભાઈ સોશિયલ મીડિયા થકી તેની કલાને કરી રહ્યો છે પોસ્ટ. મોટી ત્રણ બહેનો ખેતમજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે.

મનથી મક્કમ દશરથની હિમ્મતને સલામ! જન્મથી કેલ્શિયમની ખામી, શરીરમાં 50થી વધુ ફ્રેક્ચર છતાં હિંમત છે અપાર

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના તળાજા તાલુકાના ઝાંઝમેર ગામનો દશરથ મકવાણા નામનો 17 વર્ષીય સગીર યુવક કે જે જન્મથી કેલ્શિયમની ખામીના કારણે આજદિન સુધી ક્યારેય એક ડગલું પણ ચાલી શક્યો નથી. અત્યારસુધીમાં શરીરમાં 50 થી વધુ ફ્રેક્ચર થઈ ચૂક્યા છે, છતાં આ સગીર યુવક હવે સોશિયલ મીડિયામાં પોતાની કળા ના જોરે લોકોને આકર્ષી રહ્યો છે, પિતાના અવસાન બાદ ઘરની સ્થિતિને પહોંચી વળવા સોશિયલ મીડિયાના માધ્યમથી તે લોકોના આબેહૂબ ચિત્ર બનાવી તેમાંથી ઉપાર્જન કરી પરિવારને મદદરૂપ થઈ રહ્યો છે, તો સાથે સરકાર પણ કોઈ એવી દવાથી તેનો ઈલાજ કરે તેવી આશા પણ સેવી રહ્યો છે. 

fallbacks

પરેશ ગોસ્વામીની સૌથી લેટેસ્ટ આગાહી; આ વાંચીને લોકોના થથરવા લાગશે પગ! હવે વરસાદ નહીં!

માનવી ક્યારેક જન્મથી જ કોઈ એવી બીમારીનો શિકાર હોય છે, જેનો કાયમી ઈલાજ શક્ય નથી હોતો. છતાં વ્યક્તિ જ્યારે પુખ્તતા તરફ પગ માંડે છે, ત્યારે આંતરિક શક્તિઓ તેને જીવન જીવવા સ્વ ની સાથે સ્વજનોને પણ મદદરૂપ થવાનું એક બળ પૂરું પાડે છે. આવી જ એક સિદ્ધિ ધરાવતો ઝાંઝમેર ગામનો યુવાન પોતાની શારીરિક ક્ષમતાથી ઉપર જઈ સમાજને એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. 

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના 7000ની વસ્તી ધરાવતા ઝાંઝમેર ગામ કે જેને તંત્ર દ્વારા કુદરતી સૌંદર્યને પગલે પર્યટન સ્થળ તરીકે વિકસાવવા જઈ રહ્યું છે. આ ગામનો દશરથ મકવાણા નામનો 17 વર્ષીય સગીર યુવક કે જે જન્મથી કેલ્શિયમની ખામી ના કારણે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. 6 બહેનોનો એક નો એક ભાઈ અને પિતાની છત્રછાયા પણ જેને ગુમાવી દીધી છે, એવા દશરથ મકવાણા જન્મથી ક્યારેય ચાલી શક્યો નથી, કેલ્શિયમની ખામીના કારણે તેનો શારીરિક વિકાસ પણ રૂંધાઈ ગયો છે, કેલ્શિયમ ની ખામી એટલી હદે છે કે જો કોઈ અજાણ્યો વ્યક્તિ તેને ઉચકવાનો પ્રયાસ કરે તો દશરથના હાડકામાં ફેક્ચર થઈ જાય છે. 

'પરિણીતાના ગુપ્ત ભાગેથી બ્લડીંગ ચાલું હતું'ને...', બે નર્સોનું ગેરકાયદે કૃત્ય

દશરથના જન્મ બાદ તેના માતાપિતાએ તેની સારવાર માટે ખૂબ દોડધામ કરી પરંતુ તેને સફળતા ન મળી અને પાંચ વર્ષ પહેલાં દશરથના પિતાનું પણ બીમારી સબબ અવસાન થતાં પરિવાર વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. મજૂરી કરી ગુજરાન ચલાવતો આ પરિવાર હવે દશરથથી મોટી ત્રણ બહેનો કે જે ખેતમજૂરી કરે છે તેના પર આધારિત છે. જયારે એક મોટી બહેન અને દશરથની માતાને તેની કાળજી રાખવા સતત ઘરે રહેવુ પડે છે, જ્યારે નાની બે બહેનો સ્કૂલમાં અભ્યાસ કરે છે. 

દશરથની અત્યારની સ્થિતિ જોઈએ તો તેના શરીરમાં કેલ્શિયમની ખામીના કારણે હાડકા પાતળા અને રબર જેવા બની ગયા છે. તેના શરીરમાં અત્યારસુધીમાં 50 થી વધુ ફ્રેક્ચર થયા છે, પરંતુ તેનું કોઈ ઓપરેશન શક્ય ન હોય શરીરમાં ગાંઠો થઈ ગઈ છે અને હાથની હલનચલન નિહાળી રુવાડા બેઠા થઈ જાય છે. હાથનો અંગુઠો તો રબર નો હોય એવું લાગી રહ્યુ છે. પરંતુ શરીરથી વિકલાંગ અને મનથી મજબૂત દશરથ પથારીમાંથી બેઠો બેઠો પેઇન્ટિંગ શીખવા લાગ્યો, આ કળા એક સમયે માત્ર તેના પૂરતી સીમિત હતી. પરંતું આ જ ગામના ભરતભાઇ મકવાણા કે જે પણ એક યુ ટ્યુબર છે, જેના સંપર્કમાં આવતા તેની કળાને સોશિયલ મીડિયા પર લઈ જવા અને તેના થકી તે આર્થિક કમાણી કરી પરિવારને મદદરૂપ થવા જણાવતા દશરથ પોતાની કળા વડે બનાવેલા લોકોના ચિત્રો કે ભગવાન ના ચિત્રો સોશિયલ મીડિયા માં પોતાનો બ્લોક બનાવી શેર કરતા થઈ ગયો, હાલ તેના 1 લાખ કરતા વધુ ફોલોઅર્સ થયા છે. 

આ માસુમ ચહેરા પાછળ છે શાતિર મગજ! બાંગ્લાદેશી મોડેલને લઈને પોલીસના ચોંકાવનારા ખુલાસા

જોકે હજુ તેને આ માધ્યમથી સામાન્ય આવક શરૂ થઈ છે, પરંતુ હજુ સારી આવક થાય અને પરિવારને મદદરૂપ બની શકે તેવી લોકો પાસે આશા પણ કરી રહ્યો છે. દશરથની બીમારી નો હજુ કોઈ ઉકેલ શક્ય નથી. તેમજ હોય તો તેનો પરિવાર તેની સારવાર કરાવી શકે તેમ નથી. જેથી જો કોઈ ઈલાજ હોય તો સરકાર પાસે મદદની માંગ કરી છે. જેમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક સૂચન મળશે તો ગ્રામપંચાયત પણ તેને મદદ કરશે. જેથી તે પથારીમાંથી ઉઠી પોતાની બહેનો સાથે રમી શકે અને મહેનત થકી પરિવારને મદદ કરી શકે. શારીરિક વિકલાંગ પરંતુ મક્કમ મનથી ઉંચી ઉડાનની છલાંગની કલ્પના ને સાકાર કરવા દશરથ હવે સરકાર પાસે સહયોગની આશા કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More