Home> Gujarat
Advertisement
Prev
Next

કેનેડાની કંપનીઓની ઓફર આવે તો લોટરી લાગી સમજો, સરળતાથી મળી જાય છે PR અને Visa

Study Abroad : આ કંપનીઓ કામદારની તમામ જરૂરિયાત ઉપાડે છે. તેના માટે કંપની જ તમામ પ્રોસિઝર કરે છે. તેમજ કંપની આપમેળે જ કેનેડા સિટિઝનશિપ અને ઈમિગ્રેશન માટે પિટિશન પણ ફાઈલ કરે છે

કેનેડાની કંપનીઓની ઓફર આવે તો લોટરી લાગી સમજો, સરળતાથી મળી જાય છે PR અને Visa

Jobs In Canada : કેનેડા અને અમેરિકા જવા માટે લોકોનો રાફડો ફાટ્યો છે. આ બંને દેશોમાં જવા માટે ગુજરાતીઓ ગમે તેટલા રૂપિયા ખર્ચી નાંખવા તૈયાર થાય છે. અમેરિકામાં સરળતાથી પીઆર અને વિઝા મળતા ન હોવાથી હવે ગુજરાતીઓ કેનેડા તરફ વળ્યા છે. આ દેશ પણ ગુજરાતીઓને મોસ્ટ વેલકમ કહી રહ્યો છે. કારણ કે, કેનેડામાં કામ કરતા લોકોમાં ચોથા ભાગના વિદેશીઓ છે. હાલ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારો વર્ગ બહુ જ મોટો છે. પરંતુ શુ તમે જાણો છો કે, કેનેડામાં અનેક એવી કંપનીઓ છે, જે વિદેશીઓને ખુલ્લી ઓફર આપે છે. આ કંપનીઓ વિદેશી નાગરિકોને સ્પોન્સરશિપ આપે છે. જો તમને આ કંપની બોલાવે તો તમારી લોટરી લાગી એમ સમજો. કારણ કે, આ કંપનીઓ શોર્ટટાઈમ કે ગ્રીન કાર્ડ પણ ઓફર કરે છે. 

fallbacks

આ કંપનીઓ કેવી ઓફર આપે છે
કેનેડામાં હાલ માણસોની સખત અછત છે. તેથી આ દેશ મોટી સંખ્યામાં લોકોની આયાત કરી રહ્યો છે. તેને બહારથી લોકો લાવવાની જરૂર પડી છે. તેથી જ હવે વિદેશી કામદારોને આકર્ષવા માટે આકર્ષક ઓફર આપવી જરૂરી બની છે. આ માટે કેટલીક કંપનીઓ કેનેડામાં આવવા માટે વિઝાની ઓફર આપી રહી છે. જેને કંપની સ્પોન્સરશિપ કે કંપની વર્ક સ્પોન્સરશિપ કહેવાય છે. આ કંપનીઓ કામદારની તમામ જરૂરિયાત ઉપાડે છે. તેના માટે કંપની જ તમામ પ્રોસિઝર કરે છે. તેમજ કંપની આપમેળે જ કેનેડા સિટિઝનશિપ અને ઈમિગ્રેશન માટે પિટિશન પણ ફાઈલ કરે છે. આ માટેનો તમામ ખર્ચ કેનેડાની કંપનીઓ જ ઉપાડે છે. ત્યારે આજે આ કંપનીઓ વિશે જાણી લઈએ. 

કેનેડાની ખુલ્લી ઓફર, ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી

આ કંપનીઓ છે 
PCW કેનેડા, P&H ફાર્મિંગ, KPMG, Enbridge Inc., Scotiabank, Mobsquad, Agri-Fresh

અહી લિસ્ટમાં આપેલી તમામ કંપનીઓ કેનેડાની ટોચની કંપનીઓ છે. જે વિવિધ વ્યવસાય સાથે જોડાયેલી છે. આ કંપનીઓની માહિતી ગૂગલ તથા સોશિયલ મીડિયા સાઈટ્સ પર પણ ઉપલબ્ધ છે. આ કંપનીઓની પોતાની વેબસાઈટ છે, જેમાં તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે કે, આ કંપની શા માટે કામ કરે છે, શું પ્રોડક્ટ બનાવે છે. તેથી તે કંપનીઓમાં અનુરૂપ વેકેન્સી જોઈને તમે તમારી લાયકાત પ્રમાણે એપ્લાય કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, કેનેડાની RBC, Costa Marble, Miner’s Mercantile & Bakery કંપનીઓ પણ ભારતીય નાગરિકોને વિઝા સ્પોન્સરશિપ ઓફર કરે છે.

આ ફિલ્ડના લોકોને કેનેડામા PR મેળવવાનુ હોય છે મોટું ટેન્શન, VISA-PR ની આ માહિતી કામની

વિઝા સ્પોન્સરશિપ જોબ્સ માટે વેબસાઇટ્સ
myvisajobs.com
h1bdata.info
visadoor.com
Indeed.com
LinkedIn
Glassdoor.com
workpolis.com
Simplyhired.com

કેનેડામાં સસ્તામા ભણવાના ઢગલાબંધ ઓપ્શન, ઓછી ફીમાં ભણવે છે સૌથી સસ્તી યુનિવર્સિટીઓ

આ કંપનીઓમાં નોકરી મેળવવી અને સ્પોન્સરશિપ મેળવવી હોય તો  સૌથી પહેલાં એ ચેક કરો કે તમે નોકરી માટે લાયક છો કે કેમ. તમારી પાસે તેની ડિગ્રી કે યોગ્ય લાયકાત છે કે નહિ. તેના બાદ જ એપ્લાય કરવું. આ માટે ઓનલાઈન જનરેટ કરેલું ફોર્મ ભરવાનું હોય છે. જેના બાદ નોન-ઇમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યૂ અપોઈન્ટમેન્ટ બુક કરવાની હોય છે. વિઝા એપ્લિકેશન ફી ચૂકવીને તમે વિઝા ઈન્ટરવ્યૂ માટે એપ્લાય કરી શકો છો. તેમાં પાસ થાય તો જ તમને વિઝા મળે છે. તેથી કેનેડાની આ કંપનીઓમાં આવતી રિક્રુટમેન્ટ પર સતત નજર રાખો. તેમજ કેનેડામાં સેટલ્ડ થયેલા તમારા મિત્રો કે સ્વજનો પાસેથી સતત તેની માહિતી મેળવતા રહો. 

કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More