Accident News : ભરૂચના હાંસોટના શેર ગામ નજીક દેવ દિવાળીની વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. ભાવનગરથી સુરત પરિવાર જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે બનેલી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના હાંસોટના શેરા ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ભાવનગરનો પરિવાર કારમાં સવાર થઈને સુરત જઈ રહ્યો હતો. ત્યારે પુર ઝડપે જતી કાર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પરિવાર ભાવનગરથી સુરત જઇ રહ્યો હતો એ દરમ્યાન ગાડીને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાથી હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. હાંસોટ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
વર્ષમાં એકવાર માત્ર દેવ દિવાળીએ ખૂલે છે ગુજરાતનું આ મંદિર, સૂર્યાસ્ત પહેલા બંધ કરાય
ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ, ઠંડી પહેલા આવી જશે માવઠું, અંબાલાલની છે આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે