Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલ હાઈવે પર કાર અને ટ્રક એવી જોરદાર ટકરાઈ કે ત્રણ મહિલાઓ અંદર જીવતી ભડથુ થઈ

રાજકોટ પાસે ગોંડલ નેશનલ હાઇવે પર શનિવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. બિલિયાળા પાસે કપાસ ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનો સળગી ઉઠ્યા હતા. જેમાં કારમાં સવાર ત્રણ મહિલાઓ આગમાં બળીને ભડથુ થઈ ગઈ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ધડાકા સાથે બંને ગાડીઓમાં બ્લાસ્ટ થયો હતો, જેથી આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. 

ગોંડલ હાઈવે પર કાર અને ટ્રક એવી જોરદાર ટકરાઈ કે ત્રણ મહિલાઓ અંદર જીવતી ભડથુ થઈ

જયેશ ભોજાની/ગોંડલ :રાજકોટ પાસે ગોંડલ નેશનલ હાઇવે પર શનિવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. બિલિયાળા પાસે કપાસ ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનો સળગી ઉઠ્યા હતા. જેમાં કારમાં સવાર ત્રણ મહિલાઓ આગમાં બળીને ભડથુ થઈ ગઈ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ધડાકા સાથે બંને ગાડીઓમાં બ્લાસ્ટ થયો હતો, જેથી આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. 

fallbacks

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ બીલિયાળા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક સામસામેથી આવી રહ્યા હતા. બંને વાહનો એકસાથે ટકરાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બંને વાહનો સળગી ઉઠ્યા હતા. ધડાકા સાથે આગ લાગતા કારમાં સવાર ત્રણ મહિલાઓ આગમાં બળીને ખાખ થઈ હતી. ત્રણેય મહિલાઓ લોકોની નજર સામે ભડથુ થઈ હતી. 

fallbacks

આગ બાદ ગોંડલ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બંને વાહનો પર પાણીનો છંટકાવ કરીને આગ બૂઝવવાની કામગીરી કરાઈ હતી. પરંતુ આગ બૂઝવ્યા બાદ બંને વાહનોનો કાટમાળ થઈ ગયો હતો. અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. તો અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More