Home> Gujarat
Advertisement
Prev
Next

મોડાસાના માઝુમ બ્રિજ પર મોટી દુર્ઘટના; કાર નદીમાં ખાબકતા 3ના કરૂણ મોત, એકનો ચમત્કારિક બચાવ

Aravalli District: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના બાયપાસ પાસે આવેલા માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા 4 લોકોના મોત નીપજ્યા છે.
 

મોડાસાના માઝુમ બ્રિજ પર મોટી દુર્ઘટના; કાર નદીમાં ખાબકતા 3ના કરૂણ મોત, એકનો ચમત્કારિક બચાવ

મહેશ પરમાર/અરવલ્લી: મોડાસા ખાતે આવેલા માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત રાત્રી ના 9:30વાગ્યાની આજુબાજુ ના સમયમાં સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી જેમાં મોડાસા ના સહયોગ બાજુથી આવતી કાર  ૪૦ ફૂટ ઉપરથી માઝૂમ નદીમાં પડતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જયારે એક યુવકનો સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પર ની છે ઘટના ને લઇ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. 

fallbacks

તહેવારોની આ તારીખો નોંધી રાખજો! આ જિલ્લાઓમાં ભારે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી

મોડાસા ના સહયોગ તરફ થી આ કાર આવી રહી હતી ત્યારે માઝૂમ બ્રીજમાં પડતા ચાર લોકોના મોત નીપજ્યા છે, જેમાં કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબીદ મરડીયા, દિપક મેવાડા નામના વ્યક્તિઓ ના મોત નીપજ્યા છે જેમાં આ ચાર મોડાસા માં મોશન ટ્યુશન ક્લાસીસ તેમજ ખાનગી સ્કૂલ માં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા. 

‘અમે કોઈપણ સંજોગોમાં રશિયાને અમારી જમીન નહીં આપીએ’, ઝેલેન્સકીએ આપ્યો ટ્રમ્પને આંચકો

હાલ મોડાસા શહેર માં રહેતા હતા ત્યારે સમગ્ર મામલે મોડાસા ફાયર ની ટીમ તેમજ સ્થાનિક પોલિસ તેમજ ASP સહીત ટીમ ઘટના સ્થળે પોંહચી આવી હતી અને સમગ્ર મામલે  તપાસ હાથ ધરી છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More