Home> Gujarat
Advertisement
Prev
Next

કાગળની જેમ હવામાં ઉડી કાર, વીડિયોમાં જુઓ કુદરતનું રૌદ્ર રૂપ

પ્રકૃતિના અનેક સ્વરૂપો જોવા મળે છે. ક્યારેક પ્રકૃતિનું સૌમ્ય સ્વરૂપ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે તો ક્યારેક પ્રકૃતિનું ઉગ્ર સ્વરૂપ લોકોને ડરાવે છે. તમે ઘણીવાર વાવાઝોડુ જોયું હશે, જે તેના રસ્તામાં આવતી દરેક વસ્તુનો કચ્ચરઘાણ કાઢી નાખે છે. તમે વાવાઝોડાના ઘણા વીડિયો પણ જોયા હશે. ખતરનાક વાવાઝોડુ તેની સાથે ઘણી ભારે વસ્તુઓ પણ લઈ જાય છે. કુદરતના રૌદ્ર સ્વરૂપનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છે કે એક વાવાઝોડાએ પોતાના રસ્તામાં આવેલી કારની શું હાલત કરી દીધી. 

કાગળની જેમ હવામાં ઉડી કાર, વીડિયોમાં જુઓ કુદરતનું રૌદ્ર રૂપ

Viral video : પ્રકૃતિના અનેક સ્વરૂપો જોવા મળે છે. ક્યારેક પ્રકૃતિનું સૌમ્ય સ્વરૂપ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે તો ક્યારેક પ્રકૃતિનું ઉગ્ર સ્વરૂપ લોકોને ડરાવે છે. તમે ઘણીવાર વાવાઝોડુ જોયું હશે, જે તેના રસ્તામાં આવતી દરેક વસ્તુનો કચ્ચરઘાણ કાઢી નાખે છે. તમે વાવાઝોડાના ઘણા વીડિયો પણ જોયા હશે. ખતરનાક વાવાઝોડુ તેની સાથે ઘણી ભારે વસ્તુઓ પણ લઈ જાય છે. કુદરતના રૌદ્ર સ્વરૂપનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છે કે એક વાવાઝોડાએ પોતાના રસ્તામાં આવેલી કારની શું હાલત કરી દીધી. 

fallbacks

વાવાઝોડામાં ફસાઈ રસ્તા પર જતી કાર
વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને કોઈ પણ ચોંકી જાય. વીડિયોમાં જોઈ શકાય છે કે ભારે વાવાઝોડાની વચ્ચે રસ્તા પર કેટલાક વાહનો જઈ રહ્યા છે. આ વીડિયો ચાલતી કારમાંથી રેકોર્ડ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે અચાનક આ કારની આગળ બીજી કાર જતી જોવા મળે છે, જે ફ્રેમમાં આવતાની સાથે જ વાવાઝોડામાં ફસાઈ જાય છે. 

આ પણ વાંચો : 

ગુજ્જુ બાળકે લોકોનું દિલ જીતી લીધું, 3 વર્ષની ઉંમરે આખી હનુમાન ચાલીસા કડકડાટ બોલે છે

ઘરમાં પ્રસંગ હોય તેમ ચૌધરી સમાજના લોકો કામે લાગ્યા, અર્બુદા માતા રજતમહોત્સવની તૈયારી

કાગળની જેમ ઉડી ગઈ કાર
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે કાર વાવાઝોડા ફસાઈ જાય છે ત્યારે વાવાઝોડુ કારને કાગળના ટુકડાની જેમ ઉપાડીને લઈ જાય છે. ભયાનક વાવાઝોડુ કારને ખેંચીને લઈ જાય છે અને પછી કાર તો ગાયબ જ થઈ જાય છે. આ વીડિયો ટ્વિટર પર OddIy Terrifying નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 26 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : મોદી સરકારના આ નિર્ણયથી દરેક ભારતીય ખુશ થશે, અંદામાનના 21 બેનામ ટાપુઓને મળશે ખાસ નામ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More