Home> Gujarat
Advertisement
Prev
Next

તાપણું કરી રહેલી બાળકીને ખબર ન હતી કે, પાછળથી કાર યમરાજ બનીને આવી રહી છે

 અમદાવાદના વાડજ વિસ્તારમાં ઘર પાસે તાપણું કરી રહેલી બાળકીના માથે એક કાર યમરાજ બનીને આવી હતી. કાર ચાલકે ગાડી રિવર્સ લેતા બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત એક અન્ય બાળકી અને વૃદ્ધને ઈજા પહોંચી છે.

તાપણું કરી રહેલી બાળકીને ખબર ન હતી કે, પાછળથી કાર યમરાજ બનીને આવી રહી છે

જાવેદ સૈયદ/અમદાવાદ : અમદાવાદના વાડજ વિસ્તારમાં ઘર પાસે તાપણું કરી રહેલી બાળકીના માથે એક કાર યમરાજ બનીને આવી હતી. કાર ચાલકે ગાડી રિવર્સ લેતા બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત એક અન્ય બાળકી અને વૃદ્ધને ઈજા પહોંચી છે.

fallbacks

પતંગો ચગાવવાની છોડીને આ 2 યુવાનોએ સેવાનું એવું કામ કર્યું કે, તમે માથુ ખંજવાળતા રહી જશો

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના વાડજ વિસ્તારના કિરણ પાર્ક પાસે આ અકસ્માત બન્યો હતો. રાહુલ નામનો 20 વર્ષનો એક યુવક તેની સગીર સ્ત્રી મિત્ર સાથે ભીમજીપુરાથી વિજય ચાર રસ્તા તરફ ટ્યુશન ક્લાસમાં જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેની ગાડીનું ટાયર ફાટી ગયું હતું. તો બીજી તરફ, તે પોતાની I-20 કાર પર પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો. ટાયર ફાટતા તેણે કાર પરથી કન્ટ્રોલ ગુમાવ્યો હતો, અને ગાડી રસ્તાની બાજુમાં તાપણુ કરી રહેલા લોકો સાથે અથડાઈ હતી. તાપણુ કરી રહેલી 11 વર્ષની બાળકી ધ્રુવી પર આ ગાડી ચઢી ગઈ હતી અને ધ્રુવી સાતથી આઠ ફૂટ જેટલી ફંગોળાઈ હતી. જોકે, ધ્રુવીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

અમદાવાદ : ફ્લાવર શોમાં આ વર્ષે એવું જોવા મળશે, કે ગુજરાતમાં પહેલા ક્યારેય જોયું નહિ હોય

fallbacks

આ અકસ્માતમાં અન્ય એક બાળકી અને એક વૃદ્ધ પણ ઘાયલ થયા હતા, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતમાં પાસે પડેલા બે વાહનોને પણ નુકશાન થયું હતું. આ મામલે પોલીસે કારચાલક યુવક અને તેની સગીર મિત્રની પૂછપરછ હાથ ધરી હતી. સાથે જ ગાડીની સ્પીડ વિશે પણ તપાસ કરવામાં આવશે. અકસ્માત બાદ ગાડીના બોનેટના ભાગનો કૂચડો બોલાઈ ગયો હતો. 

જમીન પર આળોટીને રાસ રમતો જયંતી ભાનુશાળીનો આ Video જોઈ તમે અવાક રહી જશો

અકસ્માત સર્જનાર યુવક પાસે લાયસન્સ જ નથી

બીજી તરફ એવી માહિતી સામે આવી હતી, કે અકસ્માત સર્જનાર 20 વર્ષીય રાહુલ પાસે તો લાયસન્સ જ નથી. તેથી પોલીસે લાયસન્સ ન હોવા છતાં ગાડી ચલાવીને એક બાળકીનું મોત નિપજાવીને એ દિશામા કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More