ઝી બ્યુરો/સુરત: પકોડા ખાનારા ચેતી જજો, સુરતમાં પકોડામાંથી ઈયળો નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં ખાવાના પકોડામાંથી ઈયળો નીકળી છે. બે શ્રમિકોને પકોડા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગથી અસર થઈ છે. ઈયળ અંગે કહેતા પકોડા વેંચનારે મારી નાખવાની ધમકી આપ્યાનો શ્રમિકો આરોપ લગાવી રહ્યા છે.
જતા નહીં, નહીંતર પડશે ધરમધક્કો! અમદાવાદમાં RTOથી સાબરમતી તરફ જતો રસ્તો બંધ, જાણી લેજ
સચિન વિસ્તારમાં પકોડા ખાધા બાદ ફૂડ પોઇઝનની અસર થતા બે મજૂરોને તાત્કાલિક 108ની મદદથી સિવિલ ખસેડાયા હતા. શ્રમિકોએ આરોપ લગાવ્યો છે કે પકોડામાંથી ઈયળ નીકળી હતી. ફરિયાદ કરતા લારીવાળાએ મારી નાંખવાની ધમકી આપી હતી. શ્રમિકોને પકોડા ખાધાના 10 મિનિટ બાદ જ ઊલટીઓ શરૂ થઈ જતા 108માં સિવિલ આવ્યા હતા. હાલ બંન્નેની તબિયત સાધારણ છે.
રાજકારણ ગરમાયું! ગુજરાતના આ ધારાસભ્ય ભરાયા, પત્ની, PA અને ખેડૂતની ધરપકડ
જાણવા મળી રહ્યું છે કે બન્ને શ્રમિકો સચિન પાલિગામના કાલી મંદિર પાસેના રહેવાસી છે અને ઘટના શુક્રવાર સવારની છે. શંભુ યુપીનો રહેવાસી અને વિકાસ બિહારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. એક વર્ષ પહેલા બન્ને મિત્રો રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા. હાલ બન્નેની તબિયત સારી છે.
અંતરિક્ષની થીમ, 50 મીટર ઉપર જશે પાણી: સાયન્સ સિટીમાં દેશનો સૌથી મોટો ફાઉન્ટેન શો શરૂ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે