ઝી બ્યુરો/રાજકોટ: છેલ્લા ઘણા સમયથી લાંચિયા બાબુઓ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજકોટના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ સચિન જસાણી રૂપિયા 2,00,000 ની લાંચ લેતા CBIના હાથે ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના રિઝનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર નીરજસિંહ વતી લાંચ લેતા ટેક્સ કન્સલ્ટન્ટ સીબીઆઈના સંકજામાં ફસાયા છે. હવે પ્રોવિડન્ટ ફંડ કમિશનરની પણ ધરપકડ થશે.
આગામી 5 દિવસ છે ખુબ જ ભારે! જાણો હવામાન વિભાગે ચોમાસા અંગે શું કરી મોટી આગાહી!
રાજકોટમાં ફરી ત્રણ માસ બાદ સીબીઆઈની ટીમ ત્રાટકી છે અને વધુ એક ઉચ્ચ અધિકારીને સાણસામાં લેતા ફફડાટ ફેલાયો છે. રાજકોટ પીએફઓ કચેરીના ડેપ્યૂટી કમિશન નિરજ સિંગ વતી બે લખ રૂપિયાની લાંચ લેનાર કન્સલ્ટીંગ પ્રેક્ટિસ કરતા એડવોકેટ સચીન એન્ડ ગ્રુપના ચિરાગ જસાણીને સીબીઆઈની ટીમે રંગે હાથ પકડી પાડ્યો હતો.
ગુજરાતમાં બાગેશ્વર સરકારના કાર્યક્રમમાં મોટો ફેરફાર,અહીં પણ ભરાશે બાબાનો દિવ્ય દરબાર
મુખ્ય સુત્રધાર પીએપના ઉચ્ચ અધિકારીનો હાથ આવ્યા નથી. આરોપી સચિનના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી સીબીઆઈ આ ગફલો કેટલાં ટાઈમથી ચાલતો હતો, કોણ કોણ સંડોવાયેલા છે તેમજ આરોપીઓની મિલકતો પર સર્ચ કરીને આગળ ધપાવી છે.
ધોરણ.10-12ના પરિણામોને લઈ સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે આવશે પરિણામ
મહત્વનું છે કે, એક ખોટા કેસ સબંધે રૂપિયા 20 લાખની લાંચ માંગી ત્યારબાદ 11 લાખમાં મામલો સેટલ થયો હતો અને ₹2,00,000 ની લાંચ લેતા ટેક્સ કન્સલ્ટન્ટ CBI ની ટ્રેપમાં સપડાયા હોવાની માહિતી ખૂલી છે. ટેક્સ કન્સલ્ટન્ટ અને રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનરને ત્યાં સીબીઆઈના દરોડાથી ફફડા ફેલાયો છે. રાજકોટમાં સીબીઆઈના સપાટાથી હાલ ચારેબાજુ ભારે ચકચાર ફેલાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે