Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ, જુઓ ઘટના સ્થળના CCTV ફૂટેજ

અમદાવાદના પિરાણા પીપલજ રોડ પર આવેલા કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. પીપલજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ 1 મિસિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

અમદાવાદમાં કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ, જુઓ ઘટના સ્થળના CCTV ફૂટેજ

અમદાવાદ: અમદાવાદના પિરાણા પીપલજ રોડ પર આવેલા કપડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. પીપલજ રોડ પર આવેલા નાનુકાકા એસ્ટેટમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ 1 મિસિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

fallbacks

આ પણ વાંચો:- અમદાવાદમાં ભીષણ આગ: CM રૂપાણીએ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય કરી જાહેર

પિરાણા પિપલ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટના કાપડના ગોડાઉનમાં 11 વાગ્યાની આસપાસ મોટો બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમા બ્લાસ્ટ થતા તેની છત ધરાશયી થઈ હતી. જેથી નીચે કામ કરી રહેલા મજૂરો પર છત પડી હતી. જો કે, બ્લાસ્ટ બાદ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કાટમાળમાં 20 જેટલા મજૂરો ફસાયા હોવાનું જાણાવવામાં આવી રહ્યું છે.

આગને પગલે ફાયર વિભાગ તાત્કાલિક દોડતુ થયું હતું. ફાયર વિભાગ દ્વારા ફસાયેલા 19 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામને સારવાર માટે એલજી હોસ્પિટલમા ખસેડાયા હતા. જેમાં 10 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 9 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી 2ની હાલત નાજુક છે. ત્યારે અન્ય 1 ગુમ હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More