ચેતન પટેલ/સુરત :સુરતમાં વધી રહેલા કોરોના (corona virus)ના નવા કેસ અને મોતના આંકડા વચ્ચે મોટી ઘટના બની છે. સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડની સિલિંગનો પોપડો અચાનક તૂટી પડ્યો હતો. આ પોપડો કોરોના પોઝિટિવ દર્દીના શરીર પર પડ્યો હતો. જેથી દર્દી ઇજાગ્રસ્ત થયા છે. આજે બપોરે સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારના યુવાનનો કેસ પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જેના બાદ 10 થી વધુ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા હતા.
સુરત મનપા કમિશનરે ક્લસ્ટર વિસ્તારોની જાહેરાત કરી છે. મહત્વના જાહેરનામા સાથે જણાવ્યું કે, પોઝિટિવ દર્દીઓના વિસ્તારને ક્લસ્ટર તરીકે જાહેર કરાયો છે. નવો આદેશ ન થાય ત્યાં સુધી લોકોએ ફરજિયાત ઘરમાં રહેવું પડશે. સુરતમાં કુલ 109555 ઘરના 240482 લોકો હોમ ક્વારેટાઇન કરાયા છે.
વરાછાના કેટલાક વિસ્તારો ક્લસ્ટર કરાયા. સુરત મહાનગરપાલિકા દ્વારા ક્લસ્ટર કરાયું. જ્યાં સુધી જાહેરાત ન થાય ત્યાં સુધી હોમ કોરેન્ટાઇલ રહેવાનો આદેશ કરાયો છે. વલ્લભ નગર, ગુરુ નગર, મહેશ્વરી, દલિત વસાહત, ટાંકલી ફળિયાનો પણ તેમાં સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે