જયેશ દોશી/નર્મદા: આજે એરફોર્સ વાયુસેના દિવસની ઉજવણી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના એર પાયલટોએ 250 કિલોમીટર સાયકલ યાત્રા કરી ફિટ ઇન્ડિયા સંદેશો ફેલાવ્યો હતો. પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણઆજે એરફોર્સ વાયુસેના દિવસની ઉજવણી નિમિત્તે એરમાર્શલ બી.એસ.ક્રિષ્નાના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતેથી પ્રધાનમંત્રીશ્રીના “ફિટ ઇન્ડીયા મુવમેન્ટ”નો સંદેશો આપતી એરફોર્સના અધિકારીશ્રીઓ, એરફોર્સના જવાનો અને એરફોર્સની વાયુ સંગીનીઓ સાથે પ્રારંભાયેલી સાયકલ રેલી આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચી.
એર ઓફિસર કમાન્ડીંગ-ઇન-ચીફ અને વિશિષ્ટ સેવા મેડલ એરમાર્શલ સુરેન્દ્રકુમાર ઘોટીઆએ આ સાયકલ રેલીમાં ભાગ લેનારાઓનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વાગત-અભિવાદન કર્યું અને એરફોર્સના સેરીમોનીયલ બેન્ડ તેની મધુર સુરાવલીઓ સાથે દેશભક્તિના ગીતોની ધુનથી વાતાવરણ ગૂંજાવ્યું. આ સાયકલ રેલીમાં એરફોર્સના પાયલટ અને પરિવારના 56 જેટલા સભ્યો જોડાયાં હતા.
આ તમામને એરમાર્શલ સુરેન્દ્રકુમાર ઘોટીઆ દ્વારા ફલેગીંગ-ઇન કરી પ્રોત્સાહિત કરાયા આ પ્રસંગે એરમાર્શલ સુરેન્દ્રકુમાર ઘોટીઆએ જણાવ્યું કે, 1500થી ત્રણ હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડનારા એર પાયલટોએ આજે માત્ર 15 કિલોમીટર પ્રતિ ઝડપે સાયકલ ચલાવીને સમગ્ર ભારતને સ્વસ્થ રહેવાનો સંદેશો આપ્યો છે.
એર પાયલટ પી.એમ.ત્યાગીએ જણાવ્યું કે, અમે નીકળ્યા ત્યારે પણ વિપરીત પરિસ્થિતિ હતી અને વરસાદ હતો અને આજે અહીં 250 કિલોમીટર કાપીને આવ્યા છે. ત્યારે પણ વરસાદ છે. છતાં અને સ્વાસ્થ્ય ભારતનો સંદેશો આપવા નિકળ્યા છે. અને આજે 87માં એરફોર્સ દિવસ મનાવ્યો છે. અને ખાસ સરદાર વલ્લભભાઈના સ્ટેટ્યૂ પાસે આવી એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે