રાજકોટ/ગુજરાત : પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મજયંતિ રાજકોટમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે. અહીં ગઈ કાલથી 11 દિવસના મહોત્સવનો રાજકોટમાં પ્રારંભ થઈ ગયો છે. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતાં. સીએમ રુપાણી અને મહંત સ્વામીના હસ્તે વિરાટ સ્વામિનારાયણ નગરનું વેદોક્ત વિધિથી ઉદ્ઘાટન કરાયું હતું. આ મહોત્સવ તા. 5થી 15 ડિસેમ્બર સુધી માધાપર મોરબી બાયપાસ રોડ પર ઉજવાઈ રહ્યો છે.
આ મહોત્સવના બીજા દિવસે પણ રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેની યાદી નીચે પ્રમાણે છે.
પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાની શાળાના 1 હજારથી વધુ બાળકો સ્વામિનારાયણ નગરની મુલાકાતે પહોંચ્યા હતા. સાંજના સમયે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય લોક સાહિત્ય કલાકાર ભીખુદાન ગઢવીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, પ્રમુખ સ્વામી મહારાજના 98મી જન્મજયંતી અંતર્ગત 15 ડિસેમ્બર સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે