Home> Gujarat
Advertisement
Prev
Next

હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકી: રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવની થઇ ભવ્ય ઉજવણી

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને અનુલક્ષીને રાજ્યના દ્વારકા,શામળાજી અને ડાકોરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 વગ્યાતાની સાથે જ ડાકોર, શામળાજી અને દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  ડાકોરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર પરિષરમાં ભાવી ભક્તોએ ભજન અને કીરતન કર્યા હતા. કાનુડાને રીઝવવા ભક્તોએ અવનવા ભજનો સાથે ભક્તિ કરી હતી.,

હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકી: રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવની થઇ ભવ્ય ઉજવણી

અમદાવાદ: ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને અનુલક્ષીને રાજ્યના દ્વારકા,શામળાજી અને ડાકોરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 વગ્યાતાની સાથે જ ડાકોર, શામળાજી અને દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  ડાકોરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર પરિષરમાં ભાવી ભક્તોએ ભજન અને કીરતન કર્યા હતા. કાનુડાને રીઝવવા ભક્તોએ અવનવા ભજનો સાથે ભક્તિ કરી હતી., 

fallbacks

ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવી ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યું હતું. કાનજી ભગવાનના જન્મોત્સવની ભક્તોએ ભાવ પૂર્ણ કરી હતી. ભાવી ભક્તોએ ભગવાનને રીઝવવા માટે મીશ્રી, માખણના ભોગ સાથે રાસ ગરબા પણ કરવામાં આવ્યા છે. રાજ્યના ત્રણ સૌથી મોટા કૃષ્ણ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારી શરૂ થઇ ગઇ છે.

કૃષ્ણ જન્મોત્સવ: દ્વારકાધીશને ભક્તે 1 કિલો 930 ગ્રામની ‘ચાંદીની ધજા’ કરી અર્પણ

મહત્વનું છે, શામળાજીમાં પણ શામળીયા શેઠના જન્મોત્સવ બાદ લોકો બાળ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું મોટુ ટોળું જોવા મળ્યું હતું. રાધાના કાનના જન્મ દિવસે લોકો તેને રીઝવવા માટે નીતનવા ભજનો ગાવામાં આવી રહ્યા છે. રાજ્યના શ્રી કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

ગુજરાતના ત્રણ સૌથી મહત્વપૂર્ણ મંદિર સિવાય અમદાવાદના ઇશ્કોન મંદિર સહિત રાજ્યામાં રાજકોટ, વડોદરા, જામનગર, ગાંધીનગર, સુરત, સહિતના કૃષ્ણ મંદિરોમાં દ્ધારિકાના નાથના જન્મની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અનેક સ્થળોએ ભાવિ ભક્તોએ ભગવાનના જન્મની ઉજવણી કેક કાપીને પણ કરી હતી. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More