Home> Gujarat
Advertisement
Prev
Next

બહાર આવી ખુશખુશાલ દેખાતા સેલિબ્રિટી પતિ-પત્નીના લગ્નજીવનની ગંદકી, જાણીને લાગશે આંચકો

આ સમગ્ર કાંડમાં સંડોવાયેલું દંપતિ ગ્લેમર ફિલ્ડસાથે સંકળાયેલું છે. આ દંપતિ ભૂતકાળમાં લવારી નામની ગુજરાતી ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યું છે

બહાર આવી ખુશખુશાલ દેખાતા સેલિબ્રિટી પતિ-પત્નીના લગ્નજીવનની ગંદકી, જાણીને લાગશે આંચકો

મૌલિક ધામેચા, અમદાવાદ : મુંબઈમાં રહેતા અને લવારી સહિત અન્ય ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સંજીત ધુરીએ પત્ની ઐશ્વર્યા ઉર્ફે લક્ષ્મી દુસાણે પાસે દહેજની માગણી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. એશ્વર્યા અને સંજીવે વર્ષ 2017માં લવ મેરેજ કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે સંજીવે પત્ની ઐશ્વર્યાને તે દહેજ નહીં આપે તો તેના પ્રાઈવેટ ફોટો વાઈરલ કરવાની ધમકી પણ આપી હતી. 

fallbacks

હેલ્મેટ મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો, પાછળ બેસનારે પણ પહેરવું પડશે હેલ્મેટ

મીડિયા રિપોર્ટ્સ મુજબ સંજીવના પિતા આ લગ્નથી ખુશ નહોતા માટે સંજીવ અને ઐશ્વર્યા ઉર્ફે લક્ષ્મી અલગ રહેતા હતા. થોડા સમય પછી સંજીવના પિતા સુનિલ ધુરીએ છોકરીના પરિવાર સાથે મુલાકાત કરી અને 25 લાખ રુપિયાના દહેજની માગણી કરી હતી. આ પછી સંજીવ તેની પત્ની સાથે પિતાના ઘરે રહેવા લાગ્યો હતો. જોકે, અહીં તેની પત્નીને સાસરા પક્ષનો પ્રેમ નહોતો મળ્યો અને તેને સાસુ-સસરા દ્વારા મેણાં મારવામાં આવતા હતા. 

fallbacks

આ છોકરી છટકીને આવી છે ચીનના જીવલેણ કોરોના વાઇરસના સકંજામાંથી, અનુભવ છે ખતરનાક 

એક દિવસ સંજીવે પત્ની પર હાથ ઉપાડ્યો અને તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની મનાઈ કરીને પિયર જતા રહેવા માટે મજબૂર કરી હતી. જોકે, થોડા સમય પછી સંજીવે પત્નીને સાથે રહેવા માટે પાછી બોલાવી હતી. આ દરમિયાન તેણે પત્નીને તેના પ્રાઈવેટ ફોટો વાઈરલ કરવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ ઐશ્વર્યાએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પર થતા અત્યાચારો અને ધમકીઓ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More