Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત

વૈશ્વિક મંદીના અને કેન્દ્ર સરકારની કોઈ રાહત ન મળતા ભારતનો હીરા ઉધોગ આજે મંદીમાં ફસાયો છે, સતત નાના કારખાના બંધ થઇ રહ્યા છે. સાથે જ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે. નોકરી જતી રહેતા ઘરનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે. ત્યારે કેટલાક રત્નકલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. 

સુરત: વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત

તેજશ મોદી/સુરત: વૈશ્વિક મંદીના અને કેન્દ્ર સરકારની કોઈ રાહત ન મળતા ભારતનો હીરા ઉધોગ આજે મંદીમાં ફસાયો છે, સતત નાના કારખાના બંધ થઇ રહ્યા છે. સાથે જ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવી રહ્યા છે. નોકરી જતી રહેતા ઘરનું ગુજરાન ચલાવવું અઘરું બન્યું છે. ત્યારે કેટલાક રત્નકલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. 

fallbacks

સુરતમાં ગુરુવારે વધુ એક રત્ન કલાકાર આત્મહત્યા કરી લીધી હતી. કતારગામ વિસ્તારમાં આવેલી રામજીનગર સોસાયટીમાં ગૌરવ ગજ્જર નામના રત્નકલાકારે પોતાના ઘરની બિલ્ડિંગનાં પાંચમાં માળેથી કુદીને જીવન ટૂંકાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી પ્રવર્તતી હીરાની મંદિના કારણે યુવકની નોકરી જતી રહી હોવાથી બેકાર હતો.

ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીના નાકે ભર્યું બચકું, નાક પર આવ્યા 15 ટાંકા

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આસપાસથી લોકો પણ દોડી આવ્યાં હતાં. યુવકના પરિવારજનોએ મૃતદેહની પાસે હૈયાફાટ રૂદન કરતાં આસપાસમાં ગમગીની ફેલાઈ હતી. ગૌરવભાઈના આ પગલાથી તેમની પત્ની અને બે બાળકીઓનું જીવન હવે કપરું બની ગયું છે.

કેસરિયો ધારણ કરતા જ બદલાયો અલ્પેશનો રંગ, કહ્યું ‘ભાજપ વિદ્વાન લોકોની ગુરુકુળ’

જુઓ LIVE TV:

મહત્વનું છે કે વર્ષ 2008માં પણ આજ પ્રકારે મંદીનો માહોલ સર્જાયો હતો જેમાં પણ અનેક રત્નકલાકારો અને કારખાનેદારોએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આ સ્થિતિનું ફરી નિર્માણ થયું હોય તેવી સ્થિતિ ઉદ્દભવે તેવી દહેશત શરુ થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More