Home> Gujarat
Advertisement
Prev
Next

રેલવે મંત્રી કેવડિયા કોલોની ગયા, પરંતુ તેજસ ટ્રેનના કાર્યક્રમમાં ન આવ્યા, અંતે CMએ આપી લીલીઝંડી

તેજસ એક્સપ્રેસ (Tejas Train) નો આજથી અમદાવાદમાં શુભારંભ થયો છે. આજે તેજસ ટ્રેનનો ટ્રાયલ રન યોજાયો હતો. સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) એ તેજસ એક્સપ્રેસને લીલીઝંડી બતાવી હતી. પરંતુ આ વચ્ચે એક નવાઈની બાબત એ બની હતી કે, રેલમંત્રી પિયુષ ગોયલ (Piyush Goyal) તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી આપવા આવ્યા ન હતા. ગઈકાલે ગુજરાત આવેલા રેલવે મંત્રી આજે કેવડિયા પહોંચ્યા હતા. પરંતુ તેજસના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપવા ન આવ્યા. ત્યારે સીએમ રૂપાણીએ ગાડીને ફ્લેગઓફ કર્યું હતું. ત્યારે રેલવે મંત્રીની ગેરહાજરીની અનેક વાતો વહેતી થઈ હતી. 

રેલવે મંત્રી કેવડિયા કોલોની ગયા, પરંતુ તેજસ ટ્રેનના કાર્યક્રમમાં ન આવ્યા, અંતે CMએ આપી લીલીઝંડી

અમિત રાજપૂત/અમદાવાદ :તેજસ એક્સપ્રેસ (Tejas Train) નો આજથી અમદાવાદમાં શુભારંભ થયો છે. આજે તેજસ ટ્રેનનો ટ્રાયલ રન યોજાયો હતો. સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) એ તેજસ એક્સપ્રેસને લીલીઝંડી બતાવી હતી. પરંતુ આ વચ્ચે એક નવાઈની બાબત એ બની હતી કે, રેલમંત્રી પિયુષ ગોયલ (Piyush Goyal) તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી આપવા આવ્યા ન હતા. ગઈકાલે ગુજરાત આવેલા રેલવે મંત્રી આજે કેવડિયા પહોંચ્યા હતા. પરંતુ તેજસના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપવા ન આવ્યા. ત્યારે સીએમ રૂપાણીએ ગાડીને ફ્લેગઓફ કર્યું હતું. ત્યારે રેલવે મંત્રીની ગેરહાજરીની અનેક વાતો વહેતી થઈ હતી. 

fallbacks

ડરના માર્યે ધ્રૂજ્યા નિર્ભયાના આરોપીઓના હાથપગ, શિફ્ટ કરાયા ફાંસીવાળા બેરેકમાં...

19 જાન્યુઆરીથી સપ્તાહમાં 6 દિવસ તેજસ ટ્રેન દોડશે
અમદાવાદના પ્લેટફોર્મ નંબર 1થી તેજસ ટ્રેન રવાના થઈ હતી. અમદાવાદ-મુંબઈ વચ્ચે આ કોર્પોરેટ ટ્રેન દોડવાની હતી. 19 જાન્યુઆરીથી સપ્તાહમાં 6 દિવસ તેજસ ટ્રેન મુસાફરોની સેવામાં દોડશે. ટ્રેન બંન્ને દિશાઓમાં નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો ખાતે રોકાશે. ટ્રેનમાં એસી ચેર કાર, એક્ઝિક્યુટીવ ક્લાસ તથા એસી કાર કોચ રહેશે. સંપર્ણ એસી આધુનિક ઈન્ટિરિયરવાળી ટ્રેનમાં સ્લાઈડીંગ ડૉર, પર્સનલાઝ્ડ રીડીંગ લાઈટ, મોબાઈલ ચાર્જીગ પોઈન્ટ, એટેન્ડ કોલ બટન, બાયો ટોયલેટ, ઓટોમેટીક એન્ટ્રી તથઆ એક્ઝીટ ડોર, સીસીટીવી કેમેરા, રિ-ક્લાયનીંગ સુવિધા, આરામદાયક સીટો વગેરે અનેક આધુનિક વિશિષ્ટતાઓથી સમાવિષ્ટ છે.

ગુજરાત યાત્રા : ZEE 24 કલાક આવી રહ્યું છે તમારા શહેરમાં... સાંભળશે તમારી વાત...

મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવ્યું
તેજસ એક્સપ્રેસની લીલી ઝંડી બતાવીને સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, તેજસ ટ્રેનથી બંન્ને રાજ્યોને લાભ થશે. 2014 થી 2161 કિમી રેલ ટ્રેકનું કામ કરવામાં આવ્યું છે. ગાંધીનગર રેલવે સ્ટેશનનું પણ આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં એક પણ માનવરહિત ફાટક નથી. ઈલેક્ટ્રિફિકેશનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બૂલેટ ટ્રેનનું કામ પણ ચાલી રહ્યું છે. અંબાજીથી આસનસોલ અને દ્વારકાથી દિબ્રુગઢ સુધી લોકોને જોડવામાં આવી રહ્યાં છે. 

ભારતના 6 દુશ્મનોનું હિટ લિસ્ટ થઈ ગયું છે તૈયાર, ગણાઈ રહી છે તેમના મોતની ઘડી

રેલવે મંત્રી પિષુય ગોયલ કેવડિયા પહોંચ્યા
કેન્દ્રીય રેલવે  મંત્રી પિયુષ ગોયલ પોતાની પત્ની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. વહેલી સવારે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના  ચરણ સ્પર્શ કરીને નમન કરી કહ્યું હતું કે, આ ભારતનું જ નહિ, વિશ્વનું સૌથી મોટું ટુરિસ્ટ પોઈન્ટ બનશે. સાથે જ અહીં ઇકોનોમિક ગ્રોથ પણ ખૂબ વધશે. વડાપ્રધાનના દુરંદેશી વિઝને તેને એક આકર્ષક હબ બનાવવાની પહેલ કરી છે. સ્ટેચ્યુ વિશ્વમાં ફેમસ થઈ રહ્યું છે. 

તેજસ એક્સપ્રેસના ઉદઘાટન સમયે વિરોધ 
તેજસ એક્સપ્રેસના ઉદઘાટન પહેલા અમદાવાદ, વડોદરા અને સુરતમાં વિરોધ પ્રદર્શન થયા હતા. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈ યુનિયન દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરામાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરાઈ હતી. તો સુરતમાં પણ ઈન્ટુક અને રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ કરાયો હતો. અમદાવાદમાં પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More