Mukesh Dalal Elected Unopposed : લોકસભાની ચૂંટણી પહેલા જ સુરતની બેઠક પર કમળ ખીલ્યું છે. હાલ સમગ્ર દેશમાં સુરતની સીટની ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં પહેલીવાર કોઈ સીટ ચૂંટણી પહેલા બિનહરિફ બને છે. આ બાદ તરત જ પાટીલે પોસ્ટ કરી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું છે. ત્યારે સુરત બેઠક બનિહરિફ થશે તેવી ભવિષ્યવાણી સૌથી પહેલા ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. અમદાવાદની રેલીમાં જ તેમણે સુરત જીતના સંકેત આપ્યા હતા. રાજનીતિના ચાણક્યએ પહેલા જ સુરત સીટનું ભવિષ્ય ભાંખ્યુ હતું. પરંતુ તે સમયે ગુજરાતીઓ રાજનીતિના ચાણક્યના સંકેત સમજી શક્યા ન હતા.
અમિત શાહે કહ્યું હતું કે, 25 બેઠક પર જીતીશું
દેશમાં સૌથી વધુ લીડ સાથે આ સીટ ભાજપ જીતશે તે વિશે પૂછતા અમિત શાહે કહ્યુ હતું કે, ગઈ વખત કરતા અમારી લીડમાં વધારો થશે. 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધાશે અને લીડમાં વધારો કરીને પ્રચંડ બહુમતથી જીત મેળવશે. અમે 400 પાર જઈશું.
જય ભવાની! રૂપાલામાં ડેમેજ કન્ટ્રોલ કરવા મેદાનમાં ઉતર્યા ભાજપના બે મોટા નેતા
રાજનીતિના ચાણક્યએ ભાખ્યું હતું ભવિષ્ય: "25 પર જ ચૂંટણી"નો શાહે આપ્યો હતો સંકેત...#AmitShah #Election2024 #LokSabhaElection #Gujarat #LokSabhaElection2024 #Surat #ZEE24kalak #BJP #GujaratPolitics #ViralVideo pic.twitter.com/v9OlIjgw8W
— Zee 24 Kalak (@Zee24Kalak) April 22, 2024
25 બેઠકો નરેન્દ્રભાઈની ઝોળીમાં નાંખીશું
રેલીમાં વિપક્ષ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે, એમને કોણ રોકે, રામ જન્મભૂમિ પર ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠામાં વિપક્ષને નિમંત્રણ મળ્યુ. અને જેમણે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં ફુરસદ ન હોય, એ રામભક્તોના વોટની અપેક્ષા કઈ રીતે રાખી શકે. ગુજરાતમા આ વખતે 25 એ 25 બેઠકો જીતીશું. વધુ બહુમતી સાથે 25 બેઠકો નરેન્દ્રભાઈની ઝોળીમાં નાંખવાના આર્શીવાદ ગુજરાતની જનતા આપે તેવી હું વિનંતી કરવા માંગુ છું.
અમિત શાહને અમસ્તા જ રાજનીતિના ચાણક્ય નથી કહેવાતા. અમિત શાહે ચાર દિવસ પહેલા અમદાવાદ અને સાણંદમાં રેલી યોજી હતી. જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, 25 સીટ પર અમે જીતીશું. ત્યારે અમિત શાહના એક એક શબ્દો સાચા પડ્યા છે. આ વાત સવાલો ઉભા કરે છે કે શું ભાજપે સુરત બેઠક માટે એડવાન્સ પ્લાનિંગ કર્યુ હતું, ભાજપે સુરત માટે પહેલાથી જ રણનીતિ ઘડી હતી.
ભાજપની પ્રચંડ વિજયગાથાનો પ્રારંભ : મુકેશ દલાલ લડ્યા વગર વિજેતા, સુરતમાં કમળ ખીલ્યું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે