Home> Gujarat
Advertisement
Prev
Next

ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતીઓ સાવધાન! કોરોનાની જેમ ચિંતા વધારી, પૂનાની ટીમના ધામા

ચાંદીપુરા વાયરસની ગંભીરતાને લઈને કેન્દ્ર સરકારની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. જેના ભાગરૂપે પૂનાની એક ટીમ હેલ્થ એક્સપર્ટ સાથે પાલનપુર આવી પહોંચી હતી અને પાલનપુરના વોર્ડ નંબર 2ના વિસ્તારમાં જ્યાં બાળકીનું મૃત્યુ થયું હતું.

ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતીઓ સાવધાન! કોરોનાની જેમ ચિંતા વધારી, પૂનાની ટીમના ધામા

અલકેશ રાવ/બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને જેને લઈને કેન્દ્ર સરકારની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. પુનાની એક ટીમ આજે બનાસકાંઠા પહોંચી હતી. પાલનપુરના વોર્ડ નંબર 2માં જ્યાં બાળકીનું મોત થયું હતું, તે વિસ્તારમાં બ્લડ સેમ્પલ અને મચ્છરોના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ પુનાની ટીમે icuમાં સારવાર હેઠળ રહેલ બાળકોની પણ મુલાકાત લીધી હતી અને તેમની વિગતો જાણી હતી અને ચાંદીપુરાને નાથવાના પ્રયાસો શરૂ કર્યા છે. 

fallbacks

અહો આશ્ચર્યમ! ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતના આ 4 જિલ્લામાં પડ્યો, સરેરાશ 28 ટકાથી..

ગુજરાતમા ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે અને બાળકોના મોત પણ થઈ રહ્યા છે. બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે અને ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જોકે ચાંદીપુરા વાયરસની ગંભીરતાને લઈને કેન્દ્ર સરકારની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. જેના ભાગરૂપે પૂનાની એક ટીમ હેલ્થ એક્સપર્ટ સાથે પાલનપુર આવી પહોંચી હતી અને પાલનપુરના વોર્ડ નંબર 2ના વિસ્તારમાં જ્યાં બાળકીનું મૃત્યુ થયું હતું. તે વિભાગમાં સર્વે કર્યો હતો. બ્લડ સેમ્પલ લીધા હતા અને મચ્છરોના પણ સેમ્પલ લીધા હતા. 

ફરી આ તારીખો લખી રાખજો! હવે પછીનો રાઉન્ડ છોતરા કાઢી નાંખશે, અંબાલાલે કરી નવી આગાહી

પુનાની આ ટીમ ડીસા સુઈગામ દાતા વિસ્તારમાં પણ સર્વે કરશે અને વિગતો મેળવશે અને તેના સેમ્પલ લેશે. ચાંદીપુરા વાયરસને કઈ રીતે કાબુમાં લઈ શકાય તેવા પ્રયત્નો પણ કરશે. જુલાઈ માસની શરૂઆતથી ચાંદીપુરા અને એન્ટી વાયરસના કેસ મળ્યા છે. કેન્દ્ર સરકાર અને પુનાની ચાર ટીમો ગુજરાતમાં સર્વે કરી રહી છે. જોકે આ ટીમ જે દર્દી દાખલ થયેલા દર્દી છે અને મૃત્યુ થયું હોય તેવા કેસની પણ આ ટીમ તપાસ કરી રહી છે. 

કેસરિયો પહેરો, પાપ ધોઈ લો: ડ્રગ્સ વેચો, દારૂ વેચો કે પછી ગાડીઓ પડાવો, આબરૂની ધૂળધાણી

જોકે 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોમાં રોગ ઘાતક જોવા મળે છે. જો કે જે બાળકો પીડિત થયા છે અથવા મૃત્યુ પામે છે તે ઘરના નમુના લીધા છે અને જો કોઈ પશુપાલન સાથે સંકળાયેલું હોય તે પશુના પણ લોહીના નમુના લેવામાં આવ્યા છે. પુનાની આ ટીમ આરોગ્ય વિભાગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને તંત્ર સાથે પણ ચર્ચા કરી અને સૂચનાઓ આપશે. 

આ છે બરબાદીના દ્રશ્યો! ભારે વરસાદ બાદ વડોદરા સરોવરમાં ફેરવાયું, કયા કેવું છે નુકસાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More